તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઢોરી સુમરાસરની 16 દૂધ મંડળીને 1.05 કરોડ બોનસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઢોરી-સુમરાસરની 16 દૂધ મંડળીને 1.05 કરોડ બોનસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજતાલુકાના ઢોરી અને સુમરાસર તેમજ આસપાસના ગામોની કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘને સંલગ્ન 16 જેટલી દૂધ મંડળીને 1.05 કરોડનું બોનસ ચૂકવાયું હતું. સરહદ ડેરી દ્વારા બન્ને ગામમાં યોજાયેલા કાર્યક્રમમાં લાભાર્થીઓને ચેક અપાયા હતા.

ઢોરીમાં આયોજિત કાર્યક્રમમાં 9 મંડળીને 50 લાખના બોનસના ચેક તથા સાંથી વધુ દૂધ ભરાવનારા પ્રથમ ત્રણ પશુપાલકોને ચેક અપાયા હતા. તકે જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ કંકુબેન ચાવડા, જેમલ રબારી, સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ, પૂર્વ પ્રમુખ ત્રિકમભાઇ છાંગા, કુંવરબેન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુમરાસરમાં 7 મંડળીને 55 લાખનું બોનસ ચૂકવાયું હતું. સતોઇવાંઢ મંડળી તરફથી પ્રથમ ત્રણ પશુ પાલકોને સ્ટીલના કેન અને સુમરાસર મંડળીના 260 સભાસદોને બરણીઓ ભેટ અપાઇ હતી. જિલ્લા ભાજપના મહામંત્રી બનવા બદલ ડેરીના ચેરમેનનું સન્માન કરાયું હતું.

બોનસના ચેક ઉત્પાદકોને અગ્રણીઓના હસ્તે અપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો