તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પુનડીમાં 1051 કુંડી મહાયજ્ઞમાં સાધકોએ આહૂતિ આપી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુનડીમાં 1051 કુંડી મહાયજ્ઞમાં સાધકોએ આહૂતિ આપી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડવીતાલુકાના પુનડીમાં સમર્પણ ધ્યાન આશ્રમમાં ગુરુપૂર્ણિમા મહાશિબિર અંતર્ગત આયોજિત 1051 કુંડી મહાયજ્ઞમાં સાધકોએ આહૂતિ આપી હતી. તકે ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞના મહત્ત્વ વિશે સમજ અપાઇ હતી.

સમર્પણ ધ્યાનયોગના પ્રણેતા શિવકૃપાનંદ સ્વામીના સાંનિધ્યમાં આયોજિત કાર્યક્રમમાં આચાર્ય રામભાઈ તથા હસીતભાઈ જોશીએ જણાવ્યું હતું કે, યજ્ઞ ભારતીય સંસ્કૃતિની ઓળખ છે. પુરાણકાળમાં અશ્વમેઘ, રાજસૂય, પુત્રષ્ઠિયજ્ઞ, વિશ્વકલ્યાણયજ્ઞ વગેરેનો ઇતિહાસ જોવા મળી રહ્યા છે. યજ્ઞના મુખ્ય તત્ત્વ અગ્નિમાં ગમે તેવી અપવિત્ર વસ્તુ નાખીએ તો તેને ભસ્મ કરી નાખે છે, એટલે અગ્નિને દરેક ધર્મમાં સ્થાન આપવામાં આવ્યું છે.

મહાશિબિરના અધ્યક્ષ ડો. ધૈવતભાઈ મહેતાએ જણાવ્યુ હતું કે, સંભવત: કચ્છમાં પ્રથમવાર 1051 કુંડીય મહાયજ્ઞનું આયોજન કરાયું છે. યજ્ઞમાં 350 કિલો ઘી, 150 કિલો હવન સામગ્રી, 3000 કિલો હવન કા, 8000 નંગ ચંદન સમિધા, 250 કિલો ડ્રાયફૂટ પ્રસાદ, 1600 નંગ શ્રીફળ, 1600 નંગ ટોપરાની વાટી વાપરવામાં આવશે, તો 1600 નંગ પંચધાતુની ગણેશની મૂર્તિ દરેક યજમાનોને ભેટ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો