તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કચ્છનું પ્રથમ ડાયાલિસીસ યુનિટ 21 મશીનો સાથે સજ્જ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છનું પ્રથમ ડાયાલિસીસ યુનિટ 21 મશીનો સાથે સજ્જ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છમાંપ્રથમ વખત લાયન્સ ક્લબ ઓફ ભુજ દ્વારા એલએનએમ લાયન્સ હોસ્પિટલમાં વર્ષ-2006માં બે ડાયાલિસીસ મશીનથી કિડની ડાયાલિસીસ કરવાના યુનિટની સ્થાપના કરવામાં આવી હતી. દર્દીઓ અમદાવાદ રાજકોટ કે અન્ય સ્થળે ડાયાલિસીસ માટે જતા તેમને ઘરઆંગણે સારવાર મળતા અને વધારે મશીનોની માંગ થતા દાતાઓ દ્વારા વધારે 15 મશીનો સાથે એક આધુનિક સુસજ્જ વિભાગ શરૂ કરાયો, પણ હજુ વધારે જરૂરિયાત ઉભી થતાં વધારે 6 મશીનો તાત્કાલિક હોસ્પિટલની અંદર જરૂરી ફેરફાર કરીને 21 મશીનો સાથે આધુનિક ડાયાલિસીસ સેન્ટર ઉભું કરાયું હતું.

અત્યાર સુધી હોસ્પિટલ દ્વારા 62637 કિડની ડાયાલિસીસના દર્દીઓને ડાયાલિસીસ કરાયું છે. હોસ્પિટલને મા અમૃતમય યોજના હેઠળ આવરી લેવામાં આવી છે. સેન્ટરનું વિધિવત લોકાર્પણ ડિસ્ટ્રીક્ટ ગવર્નર મીના મહેતા તથા ચાર રાજ્યના મલ્ટીપલ કાઉન્સિલના વડા કુલભૂષણ મિત્તલ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રસંગે હિતેશ ગણાત્રા, ડો. ઉદય ગણાત્રા, હોસ્પિટલના ચેરમેન ભરત મહેતા ઉપરાંત 200થી વધુ લાયન્સના સદસ્યો હાજર રહ્યા હતા. તેમ લાયન્સના મીડિયા કન્વીનર નવીન મહેતાની યાદીમાં જણાવ્યું હતું.

કૂલભુષણ મિત્તલના હસ્તે ડાયાલિસીસ યુનિટને ખુલ્લું મુકાયું હતું.

ટેમ્પો ચલાવતા મુસ્લિમે આપ્યું 21હજારનુંદાન

ટેમ્પોચલાવી ગુજરાન કરતા ગની કુંભારે પોતાની કમાણીમાંથી રૂા.21હજાર જેવી મોટી રકમ ડાયાલીસીસના દર્દીને મદદ રૂપ થવા આપી હતી. શહેર ભાજપના સેક્રેટરી સુલેમાનકુંભાર અને નગરસેવક ધીરેનભાઇ ઠક્કરે ઇદના પવિત્રદિવસે કાર્ય કરવાની પ્રેરણા આપી હતી અને તેવો પ્રસંગે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો