તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કામમાં વિલંબ થતાં ગુસ્સે ભરાયેલા ખાતેદારે સ્ટૂલનો કર્યો છૂટો ઘા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામમાં વિલંબ થતાં ગુસ્સે ભરાયેલા ખાતેદારે સ્ટૂલનો કર્યો છૂટો ઘા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજપોસ્ટઓફિસમાં સોમવારે બપોરે ફોરેસ્ટનો ચલણ ભરવા ગયેલા યુવાનને લાઇનમાં ઊભા રહેવાનું કહેતાં ઉશ્કેરાયેલા ખાતેદારે બોલાચાલી કરી લોખંડની સ્ટૂલનો છૂટો ઘા કરી કાઉન્ટરની બારીનો કાચ તોડી નાખ્યો હતો. ઘટનાથી પોસ્ટઓફિસના કર્મચારીઓમાં ચકચાર મચી ગઇ હતી.

યુવાનના હુમલાથી કર્મચારીને હાથમાં કાચ વાગી જતા ઇજાઓ થઇ હતી. સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં અાવ્યો હતો. બનાવ અંગે એસ.પી. કન્ટ્રોલ રૂમમાં જાણ કરાતાં તાત્કાલિક બી ડિવિઝન પોલીસને મોકલી યુવાનની અટકાયત કરી લેવાઇ હતી.

પોલીસ સૂત્રોએ ભુજ તાલુકાના રામપર-વેકરા ગામે રહેતા અને ભુજ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા ભરતભાઇ સોમજીભાઇ ભગોરા (ઉ.વ. 35)ની ફરીયાદને ટાંકીને જણાવ્યું હતું કે, સોમવારે બપોરના અરસામાં તે તેમની ફરજ પર હતા, ફોરેસ્ટની નોકરી બાબતે છેલ્લો દિવસ હોવાથી ચલણ ભરવા આવેલો કેતુ દીપકભાઇ અંતાણી નામના યુવાનને ભરતભાઇએ લાઇનમાં ઊભા રહેવાનું કહ્યું હતું. યુવાન ઉશ્કેરાઇ ગયો હતો અને તેનું કામ તાત્કાલિક કરી આપવા કહ્યું હતું, કર્મચારી અને યુવાન વચ્ચે જોતજોતામાં ચકમક ઝરી હતી, ત્યારે એકદમ ઉશ્કેરાઇ જઇ યુવાને લોખંડના સ્ટૂલનો છૂટો ઘા કાઉન્ટરના કાચ પર કરતાં ધડાકા સાથે ફુટેલા કાચના ટુકડા કર્મચારી ભરતભાઇ પર પડતાં તેને હોસ્પિટલાઇઝ્ડ કરવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુસ્સે ભરાયેલા યુવાને લોંખડનું સ્ટૂલ ઉપાડીને કાઉન્ટર પર માર્યુ તે સીસી ટીવીમાં કેદ થયું હતું તેમજ તૂટેલું કાઉન્ટર નજરે પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો