તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દલિત અત્યાચાર વિરોધમાં કાલે ભુજમાં કોંગ્રેસની રેલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દલિત અત્યાચાર વિરોધમાં કાલે ભુજમાં કોંગ્રેસની રેલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાનાદલિત અત્યાચારમાં અમાનવીય કૃત્ય કરી અને નિર્દોષ પરિવારોને જાહેરમાં માર મારીને અને દલિત વિરોધી માનસ છતું કરવામાં આવ્યું છે. જેના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અનુ. જાતિ વિભાગના એલાનના પગલે કચ્છ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા કચ્છમાં ભુજ ખાતે 20મીએ સ્વાધિકાર રેલીનું આયોજન કરાયું છે. તા.20મીએ 10:30 કલાકે ડો. આંબેડકરની પ્રતિમા પાસે એકત્ર થઇ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે. કચ્છ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિના ચેરમેન નાગશી ફફલના જણાવ્યા મુજબ સ્વાધિકાર રેલીમાં પ્રદેશ અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટનાં વાઇસ ચેરમેન દાનાભાઇ બડગા, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુન નરેશ મહેશ્વરી સહિતના હોદ્દેદારો, કાર્યકરો જોડાશે.

દલિતોને આપવાના થતા પાયાની સુવિધાઓ શિક્ષણ, આરોગ્ય અને લોન-સહાય, સ્કોલરશીપ, ઘરથાળ પ્લોટો, સાથણી જમીન, નોકરી તેમજ માળખાકીય વિકાસની ગ્રાન્ટો સહિત યોજનામાં અનેક વિટંબણાઓ ઉભી થયેલ છે અને દલિતોના નામે માત્ર યોજનાઓની જાહેરાતો થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો