તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજની અેન્જિનિયરિંગ કોલેજમાં ફીના મુદ્દે છાત્રોઅે આવેદન આપ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજની અેન્જિનિયરિંગ કોલેજમાં ફીના મુદ્દે છાત્રોઅે આવેદન આપ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

શહેરનીગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના છાત્રોને હાલ ઘણી અસુવિધાઓ પડી રહી છે. તદુપરાંત કોલેજના નબળા મેનેજમેન્ટનો ભોગ પણ તેઓ બની રહ્યા છે. મુદ્દાઓને ધ્યાને લઇ સોમવારે એન.એસ.યુ.આઇ.એ છાત્રો સાથે મળી પ્રિન્સિપાલને આવેદન સુપરત કર્યું હતું.

વિદ્યાર્થીઆે દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોમાં મુખ્યત્વે કોલેજમાં ઓળખપત્ર વિના છાત્રોને પ્રવેશ અપાતો નથી, જેના કારણે ઘણા છાત્રોના લેક્ચર ભરવા આવી શકતા નથી, તેથી નિયમ ખરેખર અસહનીય છે અને ઓળખકાર્ડ કઢાવતી વખતે રૂા. 50 લેવામાં આવે છે. જેની કોઇ રસીદ આપવામાં આવતી નથી અને ઘણા પાસે રકમ ઉઘરાવ્યા છતાં લાંબા સમયથી તેમને કાર્ડ મળ્યા નથી. આવા વિદ્યાર્થીઓ ફરજિયાત નિયમનો ભોગ બને છે, તેથી જ્યારે અંગેની રકમ ઉઘરાવવામાં આવે તેની રસીદ આપવામાં આવે અને જ્યાં સુધી તમામ પાસે કાર્ડ આવે ત્યાં સુધી નિયમને મુલતવી રાખવો. સિવાય સેમેસ્ટર ફીમાં જીમખાનાની ફી પેટે રૂા. 150, સોશિયલ ગેધરિંગ ફીના રૂા. 15, સ્ટૂડન્ટ એઇડ ફીના રૂા. 100 તેમજ અન્ય ફીના રૂા. 100 મળીને અંદાજીત રૂા. 3000 જેટલા ઉઘરાવવામાં આવે છે. તમામની ફી ભેગી કરતાં આંકડો બહુ ઉપર જાય છે. ફીની રકમ સામે કોઇ સુવિધા આપવામાં આવતી નથી. જેને ધ્યાને લઇ પ્રિન્સિપાલ એમ.વી. ગરાજે ત્વરીત ઉકેલ લાવવા ખાતરી આપી હતી.

ભુજ કોલેજ કેમ્પસના પ્રમુખ ચેતન આહિર સાથે રણમલભાઇ પુંજાભાઇ, કિશન ઠોલા સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા તેવું કચ્છ જિલ્લા એન.એસ.યુ.આઇ.ના ઉપપ્રમુખ રવિ ડાંગરની યાદીમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો