તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • લાલન કોલેજની સરકારી હોસ્ટેલનો પ્રશ્ન અંતે ઉકેલાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાલન કોલેજની સરકારી હોસ્ટેલનો પ્રશ્ન અંતે ઉકેલાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજનીલાલન કોલેજના સરકારી છાત્રાલયનો પ્રશ્ન ઉકેલાઇ જતાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ રાહતનો દમ લીધો હતો અને ખાસ છાત્રોમાં અંગે વિશેષ ખુશી પ્રતિપાદિત થતી નજરે ચડી હતી.

અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની યાદીમાં જણાવ્યા પ્રમાણે થોડા દિવસો પૂર્વે કોઇ સૂચના વગર પ્રસાશન દ્વારા મનસ્વી રીતે સરકારી હોસ્ટેલને બંધ કરી દેવાતાં તેમાં રહી અભ્યાસ કરતા 40થી વધુ છાત્રો અચાનક નિરાધાર બની ગયા હતા. અન્ય કોઇ વ્યવસ્થા હોતા તેમને આમ-તેમ અફડાવું પડ્યું હતું. અંગે એ.બી.વી.પી.એ કલેક્ટરને પણ આવેદન પાઠવી છાત્રો તેમજ પ્રશાસન વચ્ચે સંકલન કરી પ્રશ્ન ઉકેલવા રજૂઆત કરી હતી.

અંતે નોટિસ આપ્યા વિના હોસ્ટેલમાંથી કાઢી મુકાયેલા છાત્રોને સોમવારે સંગઠને પૂર્ણ સન્માન સાથે વાજતે-ગાજતે ફરી છાત્રાલયમાં પ્રવેશ કરાવ્યો હતો. માંગ કલેક્ટરની દરમિયાનગીરી હેઠળ સ્વીકારવામાં આવતા છાત્રોએ તેમનો આભાર માન્યો હતો.

અંગે લાલન કોલેજના પ્રિન્સિપાલ પરેશ રાવલે આગામી એક વર્ષમાં નવી હોસ્ટેલ બાંધી આપવા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી નવું બાંધકામ કરી આપવામાં આવશે, સિવાય અન્ય માંગો સ્વીકારાઇ, જેમાં મુખ્ય હોસ્ટેલના જર્જરિત થઇ ગયેલા દરવાજા બદલી અપાશે, હોસ્ટેલની છતમાંથી ટપકતું પાણી બંધ કરાવાશે, લાઇટ અને પંખા બદલી અપાશે, ગટર વ્યવસ્થા યોગ્ય કરાશે, કલરકામ કરાશે, સાથે નવા બેડ અને ગાદલાં અપાશે, મિનરલ વોટર પ્લાન્ટ સાથે કુલરની વ્યવસ્થા કરાશે તેવી ખાતરી અપાઇ હતી, તેવું એ.બી.વી.પી.ના મંત્રી ભાર્ગવ સાતુંદાની યાદીમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો