• Gujarati News
  • National
  • ભુજ| અબડાસાનાડુમરા પંથકમાં આંતરિક રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે. ડુમરા

ભુજ| અબડાસાનાડુમરા પંથકમાં આંતરિક રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે. ડુમરા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ| અબડાસાનાડુમરા પંથકમાં આંતરિક રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે. ડુમરા વિસ્તાર વિકાસ સમિતિના જાફર સુરંગીએ અબડાસા મતવિસ્તારના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલને પત્ર લખીને રજૂઆત કરી હતી કે, પંથકના આંતરિક રસ્તાઓમાં જ્યાં જરૂર જણાય ત્યાં મેટલ, માટી, પુલિયા તેમજ ડામરનું કામ કરાવી આપવા તેઓ સરકારમાં રજૂઆત કરે. શક્તિસિંહ ગોહિલે માર્ગ અને મકાન વિભાગના મંત્રી નિતિન પટેલની સમક્ષ બાબતને મૂકતાં તેમણે અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું.

ડુમરા પંથકના અાંતરિક રસ્તાઓ ત્વરિત સુધારણા માગે છે

અન્ય સમાચારો પણ છે...