• Gujarati News
  • National
  • ઓધવરામ માર્કેટના શૌચાલયમાં ગંદકી

ઓધવરામ માર્કેટના શૌચાલયમાં ગંદકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામપાલિકા દ્વારા પ્રધાનમંત્રીના સ્વપ્નને સાકાર કરવાના હેતુથી શૌચાલયની સુવિધા ઉભી કરવા માટે કરવામાં આવતા પ્રયત્નમાં રાજકારણ આડે આવતાં વિવાદ થાય છે. ઓધવરામ માર્કેટમાં 2/9/15ના બનાવવામાં આવેલ લાખો રૂપિયાના શૌચાલયમાં સફાઇના અભાવે દુર્ગંધથી રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. અવારનવાર રજૂઆત કરવામાં આવ્યા પછી પણ કોઇ પગલા ભરવામાં આવતાં પાલિકા પ્રત્યે લોકોમાં રોષની લાગણી જન્મી છે.

શહેરમાં મોદીના શૌચાલયની સુવિધા અંગેના વિચારોને મૂર્તિમંત કરવા માટે પાલિકા દ્વારા પગલા ભરવામાં જાણ્યે અજાણ્યે અડચણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠે છે. અગાઉ બનાવવામાં આવેલા પે એન્ડ યુઝ શૌચાલયમાં પણ કેટલાક શૌચાલય શરૂ કર્યા પછી બંધ કરવાની નોબત આવે તેવી સ્થિતિ ઉભી થઇ હતી. કેટલીક સંસ્થાઓને અપાયેલા શૌચાલયના કોન્ટ્રાક્ટમાં પણ અવારનવાર શૌચાલય બંધ કરી દેવામાં આવતા હોવાની બૂમ જે તે વિસ્તારના રહીશોમાંથી ઉઠી હતી. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બનાવવામાં આવેલા શૌચાલયમાં આખરે પાલિકાને ખર્ચ ભોગવવાની નોબત આવી છે. દરમિયાન એસઆરસીના ગોડાઉન પાસે ઓધવરામ માર્કેટમાં કચ્છ ભાનુશાલી મહાજન સરોવર ટ્રસ્ટના સથવારે બનાવવામાં આવેલા શૌચાલયમાં સફાઇ નિયમિત કરવામાં આવતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. બાબતે રજૂઆત કરવામાં આવ્યા પછી પણ કોઇ પગલા ભરવામાં આવતા નથી. રહીશોના જણાવ્યા મુજબ ત્રણ- ત્રણ ઠેકેદારો બદલાઇ ગયા પરંતુ સમસ્યાનું નિરાકરણ લાવવામાં પાલિકા સરેઆમ નિષ્ફળ ગઇ છે.

સ્વચ્છતાનો અભિગમ વિસરી જવાયો

વિસ્તારમાં ગુરૂદ્વારા જેવી ધાર્મિક જગ્યા પણ આવેલી છે

રહીશોનાજણાવ્યા મુજબ વિસ્તારમાં ગુરૂદ્વારા આવેલું છે, જ્યાં સપ્તાહમાં બે વખત લંગર પણ થતું હોય છે. મોટા પાયા પર દર્શનાર્થિઓ આવે છે, તેને દુર્ગંધનો સામનો કરવો પડે છે. ઉપરાંત વિસ્તારમાં શિક્ષણ સંસ્થાઓ પણ આવેલી છે.

અગાઉશૌચાલય તોડી નાખ્યું હતું

અગાઉશૌચાલય તોડીને નવીનીકરણ બનાવવા માટે ગત બોડી વખતે ઠરાવ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ શૌચાલય હાલ રખરખાવના અભાવે દુર્ગંધયુક્ત બની ગયું છે.

પીએમ સંકલ્પને સાકાર કરવા પાલિકા દ્વારા યોગદાન આપવામાં થતા અખાડા

અન્ય સમાચારો પણ છે...