• Gujarati News
  • National
  • કુકમામાં ઘરેઘરે ઇયળથી તાવના વાવર, આમ છતા તંત્ર નિષ્ક્રીય

કુકમામાં ઘરેઘરે ઇયળથી તાવના વાવર, આમ છતા તંત્ર નિષ્ક્રીય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજતાલુકાના કુકમામાં ઘરોઘર ઇયળો પાણીના રેલાની જેમ વહી નીકળી છે, જેથી તાવના કિસ્સા પણ બનવા લાગ્યા છે, પરંતુ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા હજુ સુધી કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

ગ્રામજનોએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણેક દિવસથી અચાનક મોટી સંખ્યામાં એકસાથે ઇયળો દેખાવા લાગી હતી, જેઓ તેજ ગતિથી દીવાલ ઉપર પણ ચડી જાય છે. ઘરમાં જમવા બેઠા હોઇએ તો વાસણમાં ઘૂસી જાય છે. રાતે સૂતા હોઇએ તો આખા શરીર ઉપર ચડી જાય છે. પાણીના રેલાની જેમ વહી નીકળતી ઇયળો દીવાલ ઉપર પણ તેજ ગતિએ એકસાથે ચડી જાય છે. ઇયળો દેખાયા બાદ બે-ચાર ઘરમાં તાવના કિસ્સા પણ બહાર આવ્યા છે. જે બાબતે ગ્રામ પંચાયતને જાણ કરાઇ હતી, જેથી પરિસ્થિતિ કાબૂ બહાર જાય પહેલાં કાર્યવાહી કરી શકાય, પરંતુ ગ્રામ પંચાયતને ઉચ્ચકક્ષાએ જાણ કર્યા સિવાય બીજો કોઇ વિકલ્પ હોવાથી હજુ સુધી નક્કર કાર્યવાહી થઇ નથી.

દિવાલો ઉપર પર તેજ ગતિથી ચડતી ઇયળોથી પરેશાની.

આરોગ્ય વિભાગને જાણ કરી છે : સરપંચ

કુકમાગ્રામ પંચાયતના કંકુબેન વણકરનો ટેલિફોનિક સંપર્ક સાધતાં તેમણે કહ્યું હતું કે, ભુજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતને વાકેફ કરવામાં આવ્યા છે. ઉચ્ચસ્તરેથી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન મળ્યું છે.

1થી 3 ઇંચની વિશાળ સંખ્યામાં પાણીના રેલાની જેમ વહી નીકળી

અન્ય સમાચારો પણ છે...