• Gujarati News
  • National
  • ભુજ શહેરના રસ્તાઓ સારા કહી શકાય તેવા બહુ ઓછા રહ્યા

ભુજ શહેરના રસ્તાઓ સારા કહી શકાય તેવા બહુ ઓછા રહ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ શહેરના રસ્તાઓ સારા કહી શકાય તેવા બહુ ઓછા રહ્યા છે. કોઇક માત્ર ત્રણ મહિનામાં ખખડી ગયા છે તો કોઇ મરંમત માટે નગરપાલિકા અને જિલ્લા પંચાયતની નજરે નથી ચડ્યા. જિલ્લા ઉદ્યોગકેન્દ્રથી રિલાયન્સ સર્કલ તરફ જતો રસ્તો અનેકવાર રિપેર થયા બાદ પણ વાહનો માટે ખૂબજ ખરાબ છે. બાય પાસ રોડ હોવાથી ભારે ભરખમ વાહનો ચોવીસે કલાક પસાર થતા હોવાથી અનેક વખત મજબૂતીકરણ પામ્યાં પછી પણ તરતજ તૂટી જાય છે. હાલ વરસાદમાં પરિસ્થિતિ એટલી ગંભીર છે કે, નાના-મોટા દરેક વાહનો મુખ્ય માર્ગને બદલે ફૂટપાથ ઉપરથી જતા તસવીરમાં નજરે પડે છે. તસવીર: પ્રકાશ ભટ્ટ

ભુજનો એક એવો માર્ગ કે જ્યાં વાહનચાલકો ફૂટપાથ પર હંકારવું વધુ પસંદ કરે છે

અન્ય સમાચારો પણ છે...