• Gujarati News
  • National
  • વિધાનસભાની ગાંધીધામની બેઠક માટે 9 કોંગ્રેસીની ટીકીટની માગણી

વિધાનસભાની ગાંધીધામની બેઠક માટે 9 કોંગ્રેસીની ટીકીટની માગણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામવિધાનસભાની બેઠક માટે ભુજમાં આવેલા નિરીક્ષક સમક્ષ સંકુલના કોંગ્રેસના આગેવાનોએ શક્તિ પરીક્ષણ કરીને પોતપોતાના દાવાઓ રજૂ કરી ટિકિટ મળે તે માટે રજૂઆત કરાવી હતી. 9થી વધુ દાવેદારે બેઠક પર દાવો નોંધાવતા આગામી દિવસોમાં કોંગ્રેસના રાજકારણમાં ગરમી આવે તેવું વાતાવરણ જણાઇ રહ્યું છે.

પ્રદેશ કોંગ્રેસની સૂચનાના પગલે જે-તે વિધાનસભા વિસ્તારમાં કાર્યકરોની લાગણી સમજવાના હેતુથી નિરીક્ષકોને મોકલવામાં આવ્યા છે. ભુજ ખાતે જિલ્લાની વિધાનસભાની બેઠકો માટે મોકલવામાં આવેલા નિરીક્ષક ભચાભાઈ આહિરે ધામા નાખ્યા છે. સોમવારે ગાંધીધામની બેઠક માટે બપોરે 3 કલાકે શરૂ થયેલી કવાયતમાં 4 કલાક સુધી નેતાઓ પોત પોતાના ટેકેદારો સાથે નિરીક્ષક સમક્ષ પહોંચીને ટિકિટ મળે તે માટે પ્રયત્નશીલ બન્યા હતા. દાવેદારોમાં જોવામાં આવે તો કેટલાક આયાતુ પણ હોવાની પણ પ્રાથમિક માહિતી મળી રહી છે, જેની સામે કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ વિરોધ પણ નોંધાવ્યો છે. ટિકિટવાંચ્છુકની સાથે બેઠક યોજીને નિરીક્ષકે સંગઠન સાથે પણ વાર્તાલાપ કર્યો હતો.

બૂથવાઇઝના ક્રાઇટેરિયા મુજબ નેતા મળશે

કોંગ્રેસદ્વારા એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, જે-તે વિધાનસભા વિસ્તારમાં બૂથ દીઠ કાર્યકરો, નેતાઓને ઓળખતા હોય. જોકે, બાબતે અગાઉ ફોર્મ ભરવામાં આવતા બહુ દાવેદારી શક્ય બની હતી.

સંગઠનનો અભાવ કોંગ્રેસને પછાડશે ?

ગાંધીધામ-આદિપુરમાંકોંગ્રેસનું સંગઠન નબળું છે. જેના કારણે અવારનવાર પ્રશ્નો ઉભા થાય છે. વિપક્ષ તરીકે ભજવવાની ભૂમિકામાંથી પણ શહેર અને તાલુકા કક્ષાએ જોઇએ તેવો દેખાવ કોંગ્રેસ દ્વારા કરી શકાતા ભાજપને પાલિકા અને તાલુકા પંચાયતમાં મોકળું મેદાન મળી ગયું છે. બન્ને સ્થળે જોવામાં આવે તો પાલિકામાં તો કોંગ્રેસ સામાન્ય સભા સમયે કંઇક અંશે અવાજ તો ઉઠાવે છે, પરંતુ તાલુકા કક્ષાએ તો વિપક્ષ તરીકે કોઇ ભૂમિકા ભજવવામાં આવતી નથી. વિપક્ષના નેતા સામાન્ય સભામાં અવાજ પણ ઉઠાવતા નથી.

જીતીશકે તેવા નેતાઓની અવગણના થતી હોય છે

કોંગ્રેસમાંઆંતરિક ખટપટ પરાકાષ્ટાએ જતી હોય છે, જેના કારણે રાજકીય હવામાન સુધર્યું હોવા છતાં કોંગ્રેસને તેનો ફાયદો મળતો નથી. જીતી શકે તેવા સક્ષમ ઉમેદવારને મેદાને ઉતારવાના બદલે મારો તારોની નીતિ રાખીને પ્રદેશના કેટલાક આગેવાનો પોતાનું વર્ચસ્વ ટકાવવા માગતા હોવાથી સક્ષમ નેતાઓ હાંસિયામાં ધકેલાઇ જાય છે. કોંગ્રેસે ભાજપના માટે જો પડકારરૂપ ભૂમિકા ભજવવી હોય, તો તે માટે પક્ષાપક્ષી મૂકીને જીતી શકે તેવા સક્ષમ નેતાને મેદાને ઉતારવાની જરૂર છે તેવો મત કાર્યકરોમાંથી ઉઠી રહ્યો છે.

બૂથ મેનેજમેન્ટની કામગીરી પણ જોવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...