• Gujarati News
  • National
  • કચ્છ જિલ્લામાં 652 વિદ્યાસહાયક આવ્યા, 150એ રાજીનામા આપ્યા

કચ્છ જિલ્લામાં 652 વિદ્યાસહાયક આવ્યા, 150એ રાજીનામા આપ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છજિલ્લામાં 24મી માર્ચના ત્રિદિવસીય વિદ્યાસહાયકોની સ્થળ પસંદગીનો કેમ્પ યોજી 652 શિક્ષકની નિમણૂક કરાઇ હતી, પરંતુ ગત વખતે નિમણૂક પામેલામાંથી 150થી વધુએ રાજીનામા પણ ધરી દીધા હોવાના હેવાલ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ઓનલાઇન ભરતી પ્રક્રિયા ચાલતી હોય છે, જેમાં ગત વખતે મેરીટના ધોરણે કચ્છમાં નિમણૂક પામ્યા હતા, જેમણે ચાલુ સાલે ફરી ઓનલાઇન અરજી કરી હતી અને તેમને મેરીટના ધોરણે તેમના જિલ્લા કે તેમના જિલ્લાની નજીક સ્થળ પસંદગી માટે બોલાવાયા હતા, જેથી તેમણે કચ્છમાંથી રાજીનામું ધરી દીધું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ફક્ત ભુજ તાલુકામાંથી 43 જેટલા વિદ્યાસહાયકે રાજીનામા આપી દીધા છે.

3 લાખની જામીનગીરી રજૂ કરવાની રહેશે

વિદ્યાસહાયકકે શિક્ષણ સહાયકે નવી નિમણૂક મેળવ્યા બાદ 30 દિવસમાં રૂપિયા 3 લાખની જામીનગીરી રજૂ કરવાની રહેશે. નિમણૂક તારીખથી 3 વર્ષની મુદ્દત દરમિયાન રાજીનામું આપનારાના બોન્ડની રકમ સરકારમાં જમા કરાવ્યા બાદ રાજીનામું મંજૂર કરાશે.

કચ્છમાંરાજીનામું આપનારાનું પ્રમાણ વિશેષ

બહારનાજિલ્લામાંથી કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયક તરીકે નિમણૂક લેનારાઓ મોટાભાગે નવી ભરતી વખતે પસંદગીના જિલ્લામાં નિમણૂક મળતા ચાલ્યા જાય છે, જેથી કચ્છમાં પ્ર.શિક્ષકોની અછત રહે છે.

અન્ય સમાચારો પણ છે...