• Gujarati News
  • National
  • 31મીથી પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ

31મીથી પોસ્ટ-ઓફિસમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદેશમંત્રાલય અમદાવાદના નેજા હેઠળ કચ્છ ખાતે તા. 31 માર્ચના સવારથી પોસ્ટઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર કાર્યરત કરવામાં આવશે, જેમાં જે લોકોએ ઓનલાઇન અરજી કરેલી હશે તેનું કામ હાથ ધરાશે. પાસપોર્ટ કચેરીના જણાવ્યા પ્રમાણે www.passportindia.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી પોસ્ટઓફિસ પાસપોર્ટ કેન્દ્રમાંથી અરજદાર કામગીરી કરી શકશે. કામગીરીનો કચ્છના લોકો લાભ લે તેવી લાગણી પણ વ્યક્ત કરવામાં આવી હતી. કેન્દ્રમાં અત્યારે માત્ર જે લોકોએ ઓનલાઇન અરજી કરેલી હશે, તે કામગીરી કરવામાં આવશે. કચ્છ-મોરબી વિસ્તારના સાંસદ વિનોદ ચાવડાએ કરેલા પ્રયાસો બાદ લઘુ પાસપોર્ટ કેન્દ્ર ભુજમાં મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...