• Gujarati News
  • National
  • વિમુદ્રીકરણથી દાણચોરો પણ મુશ્કેલીમાં, ચૂકવણુ કેમ થશે?

વિમુદ્રીકરણથી દાણચોરો પણ મુશ્કેલીમાં, ચૂકવણુ કેમ થશે?

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છનેએક સમયે દાણચોરો માટૅ સ્વર્ગ માનવામાં આવતુ હતુ પરંતુ લાંબા સમયથી એજન્સીઓની સતર્કતાને પગલે દાણચોરીની પ્રવુતિ પર અંકુશ લવાયો છે. પરંતુ તે છતાય અવાર નવાર સિગરેટ્સ, રક્તચંદન સહિતના મીસડિકેરેશનના પેંતરા દાણચોરો અપનાવતા રહે છે. પરંતુ વિમુદ્રી કરણ બાદ ઈમ્પોર્ટમાં તેમની તમામ મોડસ ઓપરેંડી ઉંધા માથે પછડાઈ છે.

એક સર્વેક્ષણ અનુસાર સમગ્ર ભારતમાં સૌથી વધુ સિગરેટ્સ સહિતની વસ્તુઓની મીસડિકેરેશન કરી સ્મગલીંગ કરવાના બનાવો ગુજરાતમાં ખાસ કરીને કચ્છના બંદરોમાં જોવા મળૅ છે. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા વિમુદ્રીકરણની કવાયત હાથ ધરાતા દાણચોરીની પ્રવુતિમાં પણ સ્પીડબ્રેક લાગી છે. સિગરેટ્સ, સોનું સહિતની વસ્તુઓનું મિસડિક્લેરેશન કરી ગેરકાયદેસર રીતે ઈમ્પોર્ટ કર્યા બાદ રૂપીયા છુટા થતા આયાત પર બ્રેક લાગી છે. પરંતુ આજ સ્થિતિનો અલગ રીતે ફાયદો ઉઠાવી મીસડિકેરેશન કરી એક્ષ્પોર્ટ કરી ડ્યુટીડ્રો બેકનો લાભ લેવાનો પેંતરો પણ દાણચોરો કરી શકે છે તે સંભાવનાના પગલે સુરક્ષા એજન્સીઓએ એક્ષ્પોર્ટ થતા કાર્ગો પર બાજનજર રાખી છે.

સૌથી વધુ કોમર્શિયલ કેસ ગાંધીધામમાં

સુરક્ષાએજન્સીઓ દ્વારા આંતરાષ્ટ્રીય તેમજ ડોમેસ્ટીક કોમર્સીયલ આર્થીક વ્યવહારો પર દેશને રેવન્યુ લોસ જાય તે માટૅ બાજનજર રહે છે. સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર કચ્છમાં સૌથી વધુ કોમર્સીયલ કેસો ગાંધીધામ સંકુલમાંથી નોંધવામાં આવ્યા છે અને તેમાંથી કેટલાક રાજ્ય અને રાષ્ટ્રીય ક્નેક્શનો ધરાવે છે.

સોના, સિગારેટ્સની દાણચોરી પર સ્વયંભૂ અંકુશ

અન્ય સમાચારો પણ છે...