• Home
  • Kutchh
  • Bhuj
  • ઐતિહાસીક ઝારા ડુંગરે શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ યોજાયો

ઐતિહાસીક ઝારા ડુંગરે શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ યોજાયો

અઢીસોવર્ષ પૂર્વે લખપત તાલુકાના છેવાડે રણ સરહદની નજીક આવેલા ઝારા ડુંગર પર વિક્રમ સંવત 1819 માગશર સુદ અગિયારસના કચ્છ...

DivyaBhaskar News Network | Updated - Dec 23, 2015, 03:45 AM
ઐતિહાસીક ઝારા ડુંગરે શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ યોજાયો
અઢીસોવર્ષ પૂર્વે લખપત તાલુકાના છેવાડે રણ સરહદની નજીક આવેલા ઝારા ડુંગર પર વિક્રમ સંવત 1819 માગશર સુદ અગિયારસના કચ્છ પ્રદેશની રક્ષા કાજે કોઈ પણ નાત-જાતના ભેદભાવ વિના સિંધના બાદશાહ ગુલામશાહ કલોરા સામે જંગે ચડેલા વીર કચ્છી સપુતોએ બલિદાન આપ્યા હતા. ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરીત તેમજ કચ્છ રાજપૂત ક્ષત્રિય યુવા સંઘ દ્વારા 15મો શહિદ શ્રદ્ધાંજલિ સમારોહ ડુંગરની તળેટીમાં યોજાયો હતો, જેમાં દીપ પ્રાગટ્ય કરતા ગંગોત્રીના પૂજારી અનંત બ્રહચારી મહારાજે માતૃભૂમિના રક્ષણ કાજે શહીદી વહોરનારા વીર સપુતોને શ્રદ્ધાંજલિ આપી હતી. યુદ્ધભૂમિને ધર્મભૂમિ બનાવી સ્થળનો વિકાસ થાય તેવી આશા વ્યક્ત કરી હતી, ટ્રસ્ટી ડો. જયેન્દ્રસિંહ જાડેજાઅે જણાવ્યું કે, ઝારાનું યુદ્ધ કચ્છના અસ્તિત્વની લડાઈ હતી, જેમાં દરેક કોમના લોકોએ બલિદાન આપ્યું હતું, જો ઝારાનું યુદ્ધ ખોલાયું હોત, તો કચ્છ રણની સામે પાર પાકિસ્તાનમાં હોત. વધુમાં માતાના મઢ ખાતે બનનારા છાત્રાલય સાથે 2000 વર્ષનો ઈતિહાસ દર્શાવતું એક મ્યૂઝિયમ બનશે તેમ કહ્યું હતું. ઈનાયતખાને રાજાશાહી યુગ જેવી એકતા સ્થાપવા ભાર મુકાયો હતો. વડોદરાના મહારાવ વિક્રમસિંહજીએ પોતાની લાબાં સમયથ અહીં આવવાનીઇચ્છા પૂરી થઈ, હોવાનું કહ્યું હતું. દેશની સરહદે લડતા સૈનિકોને મદદગાર થવાની માત્ર વાતો થાય છે. દાતા નારાણજી કલુભા, હિંમતસિંહ સોઢા, કચ્છ રાજપૂત યુવા સંઘના પ્રમુખ વનરાજસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સત્યજીતરાયે પરિચયવિધિ કરાવી હતી, વ્યવસ્થા અર્જુનદેવસિંહ તથા સભ્યોએ સંભાળી હતી. સંચાલન વિજયસિંહ જાડેજાએ કર્યું હતું.

દીપપ્રાગટય કરી રહેલા ગંગોત્રીના પૂજારી તેમજ ક્ષત્રિય આગેવાનો.

X
ઐતિહાસીક ઝારા ડુંગરે શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ યોજાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App