• Gujarati News
  • કચ્છના કલાકારોએ મુંબઇના રંગમંચે પાથર્યા કલાના કામણ

કચ્છના કલાકારોએ મુંબઇના રંગમંચે પાથર્યા કલાના કામણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છનાકલાકારોએ મુંબઇના રંગમંચ પર કલાના કામણ પાથર્યા હતા. માંડવીની વિઝયુઅલ આર્ટ્સ દ્વારા મુલુન્ડના મહાકવિ કાલિદાસ નાટ્ય મંદિર ખાતે રાષ્ટ્રીય સ્તરે વિજેતા બે એકાંકીઓની પ્રસ્તુતિ કરાઇ હતી.

એકાંકીઓમાં અખિલ ભારતીય નાટ્ય સ્પર્ધામાં વર્ષ 2014માં પ્રથમ વિજેતા બનેલી મૂળ લેખક પીટર શેફર લિખિત એકાંકી "તોખાર\\\' તથા વર્ષ-2015માં પ્રથમ વિજેતા વિનોદ અમલાણી લિખિત એકાંકી "ઘોડાગાડી\\\'ની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. બન્ને એકાંકીઓનું દિર્ગદર્શન અને માર્ગદર્શન પ્રા. ડો. આર.વી. બસિયાએ કર્યું હતું. પ્રસંગે આયોજકો અને કલાકારો વચ્ચે કડીરૂપ બનનારા રાજેશ કાનાણી તેમજ ગોરધન પટેલ (કવિ)એ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત જાણીતા શિક્ષણવિદ અને સાહિત્ય-કલાપ્રેમી પ્રવીણ વિરાએ દર્શક પ્રતિભાવ આપતાં કચ્છના સ્થાનિક કલાકારોને તન-મન-ધનથી સહયોગ આપવા સર્વને અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મણિબેન દેઢિયા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તુષાર દેઢિયા અને કચ્છ કલ્યાણ ફાઉન્ડેશનના પ્રમુખ કલ્યાણ સાવલા \\\"ઉર્મિલ\\\'એ કલાકારોની જહેમતને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા રતનભાઇ ગઢવી અને કૌશિક ગઢવીએ સંભાળી હતી. પ્રસંગે આયોજકો દ્વારા વિઝયુઅલ આર્ટ્સના ડાયરેક્ટર પ્રા. ડો. આર.વી. બસિયાનું કલાકારોની ટીમ વતી વિશિષ્ટ બહુમાન કર્યું હતું.

મુંબઇમાં નાટક રજૂ કરનારા માંડવીના કલાકારો તસવીરમાં નજરે પડે છે.