• Gujarati News
  • સતત 23મા વર્ષે મુંબઇથી મઢ પદયાત્રી સંઘે શુક્રવારે કર્યું પ્રસ્થાન

સતત 23મા વર્ષે મુંબઇથી મઢ પદયાત્રી સંઘે શુક્રવારે કર્યું પ્રસ્થાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા22 વર્ષથી દર આસો નવરાત્રિએ કર્મભૂમિ મુંબઇથી માદરે વતન કચ્છ માતાના મઢ આવતા પદયાત્રી સંઘ સતત 23મા વર્ષે અંધેરી-મુંબઇથી તા.19/9 શુક્રવારે પ્રસ્થાન કરશે. મુંબઇથી માતાના મઢ 1050 કિલોમીટરનું અંતર સંઘ આસો સુદ બીજ તા.15/10, ગુરુવારે સાંજે માતાના મઢ પહોંચશે.

આશાપુરા પદયાત્રા સંઘના આગેવાન હધુભા પાંચુભા વાઘેલાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, છેલ્લા 22 વર્ષ બાદ સતત 23મા વર્ષે મુંબઇથી માતાના મઢની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સંઘ દરરોજ 15થી 20 કિલોમીટરનું અંત કાપે છે. વર્ષે ગત વર્ષ કરતાં મોટી સંખ્યામાં કચ્છીઓ સાથે મરાઠી માઇભક્તો જોડાયા છે.

એક હાથગાડી પર આશાપુરા માતાજીની છબી મુકેલી હોય છે. રાત્રિ રોકાણ, ભોજન વગેરેનો કાર્યક્રમ અગાઉથી નક્કી કરવામાં આવ્યો હોય છે. જીલુભા ગોહિલ, દીપક સોલંકી, કમલેશ રાવરિયા, વસંતગિરિ ગોસ્વામી વગેરે સેવામાં જોડાયા છે, તેમ સામાજિક કાર્યકર પુરુષોત્તમભાઇ સુંબડે જણાવ્યું હતું.

મુંબઇમાં પદયાત્રી સંઘે પ્રસ્થાન કર્યું તે વેળાની તસવીર.

પદયાત્રાનો વિચાર કેમ આવ્યો

મુંબઇથીમાતાના મઢ સુધીના પદયાત્રાનો વિચાર કેમ આવ્યો, તેના જવાબમાં હધુભા વાઘેલાએ જણાવ્યું હતું કે, મુંબઇમાં કામ-ધંધા માટે આવ્યા હતા, ત્યારે વાતચીત દરમિયાન જીલુભા ગોહિલને કહ્યું કે, માતાજી દયા કરે અને ધંધો-રોજગાર વધે તો માતાના મઢ પગે જવું, બસ ત્યારથી માતાજીએ ચડતી કરી અને છેલ્લા 22 વર્ષથી પદયાત્રાનું આયોજન કરીએ છીએ. હધુભા વાઘેલા પોતાનો ટેમ્પો પણ રસ્તામાં સેવા માટે આપે છે.