• Gujarati News
  • કચ્છની ક્રીક સીમાએ વધુ ત્રણ બોટ તૈનાત

કચ્છની ક્રીક સીમાએ વધુ ત્રણ બોટ તૈનાત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દરિયાઇસીમાને વધુ ચુસ્ત બનાવવા આશયથી સીમા સુરક્ષા દળ દ્વારા કચ્છના ક્રીક વિસ્તારમાં લેટેસ્ટ અમેરિકન બનાવટની ચાર ફાસ્ટ એટેક બોટ તૈનાત કરવામાં આવી છે. મંગળવારે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ બોટને ઇન્સ્ટોલ કરવામાં આવી છે. હવે પશ્ચિમ ભારતના ક્રીક વિસ્તારમાં ફ્લોટિંગ બોટ અને સ્પીડ બોટ ઉપરાંત લેટેસ્ટ ફાસ્ટ એટેક બોટથી સીમા ઉપર ચાંપતી નજર રાખવામાં આવશે.

ગુજરાત ફ્રન્ટીયર બીએસએફના ઇન્સ્પેક્ટર જનરલ (આઇજી) સંતોષ મહેરા અને કચ્છ સેક્ટર હેડ ક્વાર્ટર બીએસએફના ડેપ્યુટી આઇજી દેવેન્દ્રસિંહની સીધી દેખરેખ હેઠળ સવારે 11 વાગ્યાથી કોટેશ્વર નજીક આવેલી લકીનાલા પોસ્ટ ઉપર ચહલ-પહલ શરૂ થઇ ગઇ હતી. બન્ને ઉચ્ચ અધિકારીની સાથે સીમા સુરક્ષા દળની વોટર વિંગના અધિકારીઓ પણ સાથે રહ્યા હતા. અમેરિકન બનાવટની ચાર બોટને લકીનાલાથી સુગર ક્રીક સુધી ટેસ્ટિંગ મોડમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ચલાવવામાં આવી હતી. ફાસ્ટ એટેક બોટને ફ્લોટિંગ બોટની જેમ નામ પણ આપવામાં આવ્યા છે. બોટ ‘અગ્નિ’, ‘પ્રહાર’ અને ‘ગર્વ’ નામથી ઓળખાશે. સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી સતત બોટનું મોનિટરિંગ કરવામાં આવ્યું હતું તથા ક્રીક વિસ્તારમાં ભારે પવન અને ઓછા પાણી વચ્ચે કેવી રીતે લેટેસ્ટ બોટની મદદથી પેટ્રોલિંગ કરી શકાય, સુગર નાલાથી બોટને કોટેશ્વર કેમ્પ ખાતે લાવવામાં આવી હતી. ત્યાર બાદ બીએસએફના ઉચ્ચ અધિકારીઓનો કાફલો હેલિકોપ્ટર મારફતે ભુજ ગયો હતો.

ભારત કરતા પાકિસ્તાન વધુ આગળ

આપણેભલેચાર ફાસ્ટ એટેક બોટની પધરામણીને દરિયાઇ સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ માનતા હોય, પરંતુ સુરક્ષા ક્ષેત્રના જાણકારોનું માનીએ, તો ભારત કરતા પાકિસ્તાનની કચ્છના ક્રીકની પેલે પાર બહુ પહેલાથી લેટેસ્ટ તૈયારીઓ થઇ ચૂકી છે. આપણે અહીં બીએસએફ ઉપરાંત કોસ્ટગાર્ડ તથા સ્થાનિક પોલીસની મદદથી દરિયાઇ સુરક્ષા ઉપર મદાર રાખીએ છીએ, ત્યારે ક્રીક વિસ્તારમાં જ્યાંથી પાકિસ્તાનની સીમા શરૂ થાય છે, તેવા સિરક્રીકની તરત પછી રાધા બંદર સહિતના વિસ્તારમાં પાકિસ્તાની રેન્જર્સ ઉપરાંત પાકિસ્તાની નેવી અને આર્મીનો કાયમી મજબૂત જમાવડો થઇ ચૂક્યો છે. એટલે પાકિસ્તાનના જીરો ગામ સહિતના બોર્ડર એરિયામાંથી અવારનવાર માછીમારો ભારતીય સીમામાં ઘૂસી જતા હોય છે.

બેગૃહમંત્રીએ જાહેરાત કર્યા બાદ આવી બોટ

પશ્ચિમીભારતનાગુજરાતના સંવેદનશીલ ગણાતા દરિયાઇ ક્ષેત્ર એવા કચ્છની મુલાકાતે છેલ્લા બે વર્ષમાં જુદી-જુદી સરકારના બે કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલકુમાર શિંદે તથા રાજનાથસિંઘ ઉપરાંત રાજ્યકક્ષાના કેન્દ્રીય ગૃહમંત્રી હરિભાઇ ચૌધરીએ જિલ્લાની મુલાકાત વખતે ફાસ્ટ એટેક બોટની જાહેરાત કરી હતી. આમ બે સરકાર અને ત્રણ મંત્રીની જાહેરાત બાદ માંડ ચાર બોટ કચ્છના દરિયાઇ સીમાએ તૈનાત કરવામાં આવી છે.

દરિયો જ્યારેરફ થઇ જાય છે એટલે કે, છીછરો થઇ જાય છે, ત્યારે દરિયાઇ સીમા ઉપર ખાસ કરીને ક્રીક વિસ્તારમાં સીમા સુરક્ષા દળને પેટ્રોલિંગ કરવામાં ખૂબ મુશ્કેલી આવતી હોય છે. ઉપરાંત ક્રીક વિસ્તારમાં પડી રહેતી તરતી ચોકીઓ (ફ્લોટિંગ બીઓપી)ને પણ કિનારા ઉપર લાંગરી દેવામાં આવતી હોય છે. સંજોગોમાં વોટર વિંગ અને બીએસએફ દ્વારા નાની સ્પીડ બોટથી રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે. હવે જ્યારે ચાર ફાસ્ટ એટેક બોટ આવી ગઇ છે, ત્યારે ઓફ સીઝનમાં પણ તેની મોજૂદગી મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

બોકઓફ સીઝનમાં મહત્ત્વપૂર્ણ બનશે

ફાસ્ટ એટેક બોટને ઇન્સ્ટોલ કરવા આવેલા બીએસએફના ઉચ્ચ અધિકારીઓ હેલિકોપ્ટર દ્વારા કોટેશ્વર પહોંચ્યા તે વેળાનું દૃશ્ય.

જાપ્તો|સીમા સુરક્ષા દળની ફાસ્ટ એટેક બોટ ‘અગ્નિ’, ‘પ્રહાર’ અને ‘ગર્વ’ની અટપટ્ટી સરહદ પર બાજ નજર રહેશે