• Gujarati News
  • National
  • કચ્છ નવપલ્લવ ટ્રસ્ટ દ્વારા ભુજ તાલુકામાં વધુ 13 નીરણ કેન્દ્ર શરૂ

કચ્છ નવપલ્લવ ટ્રસ્ટ દ્વારા ભુજ તાલુકામાં વધુ 13 નીરણ કેન્દ્ર શરૂ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છનવપલ્લવ ટ્રસ્ટ દ્વારા વણથંભી ગૌ સેવાના ભાગરૂપે વધુ ને વધુ ગામોમાં નીરણ કેન્દ્રો ખૂલી રહ્યાં છે. એક દિવસમાં કુલ 13 ગામમાં નીરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે. જે માટે કુલ 3 જગ્યાએ કાર્યક્રમ યોજાયા હતા. કુકમા, ભુજોડી, લેર અને ગડા 4 ગામના નીરણ કેન્દ્રોનો પ્રારંભ કુકમા ખાતેથી કરવામાં આવ્યો હતો.

ખાવડા, ધોરાવર, લુડિયા અને કાળોડુંગર 4 ગામના નીરણ કેન્દ્રોના પ્રારંભ ખાવડા ખાતેથી કરવામાં આવ્યો હતો. દહીંસરા, સરલી, ગજોડ, ચુનડી અને ગોડપર 5 ગામના નીરણ કેન્દ્રોના પ્રારંભ દહીંસરા ખાતે થયો હતો. ઉપરોક્ત તમામ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, રાષ્ટ્રીય સંત સંજયમુનિ ઉપસ્થિત રહ્યા હતા.

ચાલુ સાલે અછતની કપરી પરિસ્થિતિમાં સંસ્થા દ્વારા ગૌ સેવા માટે જિલ્લાના જરૂરિયાત મંદ સ્થળોએ નિરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...