- Gujarati News
- ભુજમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે
ભુજમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે
ભુજમાંપણ દર વર્ષની પરંપરા અનુસાર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સહજીવન, પર્યાવરણ હિમાયતી જૂથ તેમજ દિવ્ય ભાસ્કરના સંયુક્ત ઉપક્રમે નાગરિકોમાં પર્યાવરણ સંરક્ષણ તેમજ જાળવણી અંગે જાગૃતિ ફેલાય, તે હેતુથી ત્રણ દિવસ સુધી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 5/6 વિશ્વ પર્યાવરણ દિવસની સવારે 6:30થી 9 સુધી નાગરિકો માટે જ્યુબિલી સર્કલથી ગો-ગ્રીન સાઇકલ-પદયાત્રા યોજાશે તેમજ આર્ય સમાજ હોલમાં પર્યાવરણ સંરક્ષણ મેળો તથા વિજેતાઓને ઇનામ અને નાગરિકો સાથે સંવાદ સવારે 9:30થી રાત્રે 9 સુધી યોજાશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે ધર્મેશ અંતાણી મો. નં. 94089 36148 પર સંપર્ક કરવા જણાવાયું છે.