તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સુખપર 10000 કરોડ લીટર વરસાદી પાણી સંગ્રહ કરી સદા લીલું રહે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુખપર 10000 કરોડ લીટર વરસાદી પાણી સંગ્રહ કરી સદા લીલું રહે છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડાપ્રધાને આજે મનકી વાતમાં કહ્યું પણ 70 વર્ષની પરંપરા જાળવી..

ભુજતાલુકાના સુખપર ગામમાં 3000 મકાન અને 25,000ની વસતી છે.આ ગામમાં વડીલો દ્વારા શરૂ કરવામાં આવેલી વરસાદી પાણીના સંગ્રહની 70 વર્ષ જુની પરંપરા આજે પણ નિભાવે છે ગામ લોકો અને વરસાદના સમયે 10 હજાર લીટર વરસાદી પાણીનો સંગ્રહ કરી હમેંશા લીલું રહે છે.વરસાદી પાણીના સંગ્રહ માટે 5000 થી 25,000 લિટર સુધીના ટાંકા બનાવવામાં આવે છે. સરકારની અનેક યોજનાઓ હોવા છતાં કોઇપણ જાતની સહાયની અપેક્ષા વગર સંપુર્ણ સ્વાવલંબી રીતે સુખપરના લોકોએ વર્ષોની પરંપરા જાળવી છે.આ બાબતે ગામના અગ્રણીએ વધુમાં જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં હમણા કહ્યું કે પાણીની તંગી નિવારવા વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઇએ પરંતુ સુખપર ગામના લોકો તો 70 વર્ષથી વરસાદી પાણીનો સંગ્રહ કરી રહ્યા છે.

બાબતે સુખપર ગામના અગ્રણી રામજીભાઇ વેલાણીએ વીગત આપતાં જણાવ્યું હતું કે,આ વરસાદી પાણીના સંગ્રહ માટે ગામની શાળાઓ,મંદિરો,સમાજવાડીઓ અને 80 ટકા મકાનોમાં બે અંડરગ્રાઉન્ડ ટાંકા બનાવવામાં આવે છે જેમાં એક ટાંકામાં પંચાયતનું પાણી હોય છે અને બીજા ટાંકામાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે.વરસાદ પડતાં ધાબાનું પાણી એક ખાસ પાઇપ વાટે નીચે જે ટાંકો બનાવવામાં આવ્યો હોય તેમાં જમા થાય અને ટાંકામાં પાણીને ફિલ્ટર કરવા માટેની લેયર રાખવામાં આવી હોય છે અમે પાણીનો પીવામાં અને રસોઇમાં ઉપયોગ કરીએ છીએ.

વરસાદી પાણીમાં મિનરલ્સ મળેે છે અને બગાડ અટકે છે

^પાણીતરસ્યા કચ્છમાં આરો પ્લાન્ટથી ફિલ્ટર કરવામાં મોટા પાયે પાણીનો બગાડ થાય છે અને પાણીમાં રહેલા મિનરલ્સનો પણ નાશ થઇ જાય છે ત્યારે સુખપર ગામના વડિલોએ ગામલોકોને અકસીર ઇલાજ આપ્યો છે વરસાદી પાણીના સંગ્રહનો અને ગામલોકો તેને અનુસરે છે ,જેના કારણે અમને કુદરતી ખનિજથી ભરપુર પાણી પીવા મળે છે અને કીડની,પથરી તથા પાણીજન્ય રોગોથી બચી શકાય છે.> રામજીભાઇવેલાણી,આરએસએસ કાર્યકર

સંગ્રહકરેલું પાણી આરામથી બે-ત્રણ વર્ષ સુધી ચાલે છે

^વરસાદીપાણીના સંગ્રહ માટે તૈયાર કરેલા એરટાઇટ ટાંકામાં સંગ્રહ કરેલું પાણી આરામથી બે-ત્રણ વર્ષ સુધી પીવામાં અને રસોઇમાં કામ આવે છે.આ પાણીથી ખીચડી પણ મીઠી થાય છે.પંચાયતનું પાણી અમે માત્ર નહાવા અને કપડા વાસણ ધોવામાં ઉપયોગ કરીએ છીએ.> કરશનવેલજી હાલાઇ (બાપા)

3 હજાર મકાનોમાં બે ટાંકા હોય જ,એકમાં પંચાયતનુ઼ં અને બીજામાં વરસાદનું સંગ્રહેલું પાણી : ગામને ક્યારે દુકાળ નડયો નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો