તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • IPLને 15 દિવસ બાકી છે ત્યારે ભુજમાં સટ્ટોડિયા સેટીંગ કરવા નિકળી પડયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IPLને 15 દિવસ બાકી છે ત્યારે ભુજમાં સટ્ટોડિયા સેટીંગ કરવા નિકળી પડયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આઇપીએલનેહજુ 15 દિવસ બાકી છે ત્યારે તેમાં રમાડવા માટે બુક્કીઓ સેટીંગ કરવા નિકળી પડયા છે. ત્યારે સટ્ટોડીયા વર્તુળમાં એક વાત ચર્ચામાં હતી કે, ‘રજા કાં મળે, સીઝનમાં તો જીતવું છે ભાઇ’.

બિનસત્તાવાર સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, ઇન્ડિયન પ્રિમિયર લીગના પ્રારંભને હવે થોડોક સમય છે ત્યારે અનેક સટ્ટોડીયાઓ ટૂર્નામેન્ટમાં રમાડવા માટે સેટીંગ કરવા નિકળી પડયા હોવાનું જાણવા મળ્યું છે. આઇપીએલ રમાડવા માટે જૂના જોગી એવા અગાઉ પકડાઇ ચૂકેલા સટ્ટોડીયાઓ ફરી સક્રીય થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. 15 દિવસ પૂર્વે લાગતા વળગતા પોલીસના વહીવટદારો સાથે બધુ સેટીંગ કરી ચુકયા છે અને પૂર્વ તૈયારી ભાગરૂપે હોટલો, ફલેટ અને પ્રાઇવેટ જગ્યાએ રૂમોમાં એસ.સી., લેપટોપ, ટીવી સહિતની વ્યવસ્થાઓ થઇ ગઇ છે. તો વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, શહેરના હોસ્પિટલ રોડ પર આવેલી એક કારીગરની દુકાન પરથી બધુ વહીવટ થવાનું નક્કી કરાયું છે. ભુજના એક બુક્કીની બેઠક ગણાતી અને જે દુકાનેથી તેનું વહીવટ અને લેતી-દેતી થવાની છે તે દુકાન પર ભાજપના પદાધિકારી અને આગેવાનોની પણ ત્યાં બેઠક છે તો શહેરના જાણીતા બિલ્ડરના પુત્ર પણ દિવસમાંથી વધુ સમય અહીં વિતાવતા હોય છે. ત્યારે જોવાનું રહ્યું કે, આઇપીએલમાં રમાડવા માટે કયા અધિકારી કે વહીવટદાર દ્વારા બુકીઓને છુટ આપવામા આવે છે.

ઉઘરાણીથી માંડીને ફલેટમાં સર્વિસ સુધીનું સેટીંગ

અગાઉપકડાઇ ચુકેલા તેમજ કરોડોના લેણામાંથી ઉગરી ગયેલા સટ્ટોડીયાઓ જુના વહીવટદાર સાથે સેટીંગ કરી લીધું હોવાનું સટ્ટા વર્તુળમાંથી જાણવા મળ્યું હતું. શહેરની આસપાસની હોટલો અને પોતાના પર્સનલ ફલેટમાં સર્વિસ માટે માણસો બુક કરી લીધા હોવાનું જાણવા મળ્યું છે. નાણા આપવામાં કોઇ ખટપટ કરે તો તેની પાસેથી નાણા કઢાવવા માટે માણસોને ભાડે રાખી લેવાયા છે. તેમજ આખી આઇપીએલ દરમિયાન કોઇ પોલીસવાળો હેરાન કરે તો તે માટે પણ એક વહીવટદારથી વ્યવહાર કરી લીધું હોવાથી અને તે વહીવટદારનું નામ સાંભળતા અન્ય પોલીસવાળાઓના મોઢા બંધ થઇ જાય તેમ શહેરીજનોમાં ચર્ચાઇ રહ્યું છે.

પોલીસ ‘રજા’કાં આપે, સીઝનમાં તો‘જીત’વું છે ભાઇ

ભુજના હોસ્પિટલ રોડ પાસેની એક દુકાન પરથી થશે બધો વહીવટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો