તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બોલો, જિલ્લાના પ્રા. શિક્ષકોનો પગાર 20 તારીખ સુધી પણ થયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોલો, જિલ્લાના પ્રા. શિક્ષકોનો પગાર 20 તારીખ સુધી પણ થયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છજિલ્લામાં પ્રાથમિક શિક્ષકોના પગાર 20મી તારીખ સુધી પણ થઇ નથી શક્યો છે, જેથી શિક્ષકોમાં ભારે નારાજગી ફેલાઇ છે.

સુત્રમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ફેબ્રુઆરી માસમાં કામગીરી કર્યા બાદ તેનો પગાર માર્ચ માસની 1લી તારીખ થવો જોઇએ, પરંતુ 20મી તારીખ આવી ઉભી રહી ગઇ છે, છતા હજુ સુધી શિક્ષકોના બેંક ખાતામાં પગારની રકમ જમા નથી થઇ. સૂત્રોએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે તાલુકા પંચાયતની હિસાબી શાખા દ્વારા એક માસ અગાઉથી ખર્ચ પત્રક જિલ્લા પંચાયતની શાખા દ્વારા મોકલી દેવાનો હોય છે, જેથી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગમાંથી પગાર ચૂકવવાની તારીખ પહેલા ગ્રાન્ટ આવી જાય. પરંતુ, હિસાબી શાખાની આળસ ઉડતી નથી, જેથી પગારપત્ર બાદ તરત આવતા માસનો ખર્ચ મોકલવાની તસદી લેવાતી નથી. જેનો ભોગ શિક્ષકો બની રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, બાબતે જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી હિસાબી શાખાનું પૂછાણું કેમ નથી લેતા તે એક સવાલ છે. આવું અવારનવાર થાય છે. આમ છતા અધિકારીઓ સંબંધિતો સામે શિક્ષાત્મક પગલા ભરતા નથી.

વાહ રે ગતિશીલ ગુજરાત ! તાલુકા પંચાયતની હિસાબી શાખા ખર્ચ પત્રક રજુ કરી શકી કે શું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો