તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રામકુંડ પુલિયાનો આકાર 2 માસમાં સ્પષ્ટ દેખાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામકુંડ પુલિયાનો આકાર 2 માસમાં સ્પષ્ટ દેખાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજનાહૃદય સમાન હમીરસર તળાવનું બ્યુટિફિકેશન થવાનું છે, જેમાં પહેલા તબક્કામાં રાજેન્દ્ર બાગથી રામકુંડ સુધી જવાના પુલિયાનું કામ પૂરજોશમાં ચાલુ છે, જેનો 2 માસ પછી સ્પષ્ટ આકાર ઉપશી આવશે, જેથી ચોમાસામાં શહેરીજનોને તેની મનમોહક સુંદરતા આકર્ષશે.

નગરજનો વહેલી સવાર અને ઢળતી સાંજે તળાવની પાળ પાસે બેસી ઠંડી હવાનો લ્હાવો લેવા રોજ આવતા હોય છે. રવિવારે અને રજાના દિવસે તો માનવ મહેરામણથી અનેરો નજારો સર્જાય છે. પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યા બાદ દેશ વિદેશથી આવતા લોકો હમીરસરની અવશ્ય મુલાકાત લે છે, જેથી ભુજ નગરપાલિકાએ તેની સુંદરતામાં વધારો કરવા 60 કરોડના ખર્ચે બ્યુટિફિકેશનનો પ્લાન મૂક્યો હતો. જેને રાજ્ય સરકારે મંજૂર કર્યા બાદ પ્રથમ તબક્કે 2.75 કરોડના ખર્ચે ઘાટ, પુલ, ટુરિસ્ટ રેસ્ટ રૂમ, ફૂડકોટ બનાવવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે.

ટુરિસ્ટ રેસ્ટ રૂમ અને ફૂટકોટને અંતિમ ટચ આપવાની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરાશે. દરમિયાન મોટાબંધથી ક્રિષ્નાજી પુલમાંથી હમીરસર તળાવમાં વરસાદી પાણીને લઇ જતા વિશાળ વહેણ ઉપરથી પુલ બનાવવા માટે 5 જેટલા કોલમ ઉભા કરવા સળીયા નખાઇ ગયા છે. ત્યારબાદ સ્લેબની કામગીરી હાથ ધરાશે. અંદાજે 2 માસમાં આકાર સ્પષ્ટ દેખાતો થઇ જશે. ત્યારબાદ ફાઇનલ ટચ આપવા ફિનિશિંગનું કામ શરૂ કરવામાં આવશે. સ્થળે વારાણસીના ગંગાઘાટ જેવો આકાર પણ આપવામાં આવશે, જેથી ચોમાસામાં પાણી ભરાય ત્યારે લોકો સ્થળે બેસી પાણીના વહેણને જોવાનો લ્હાવો પણ લઇ શકશે. રવિવારના સવારે એન્જિનિયર સંજયભાઇ દેસાઇએ નગરપતિ અશોકભાઇ હાથી, કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા અને મુખ્ય અધિકારી સાથે સ્થળ પર થઇ નિરીક્ષણ કર્યું હતું.

રામકુંડ તરફ જતા પુલની સામે ટુરિસ્ટ રેસ્ટરૂમ અને ફુડકોર્ટ

ડાબી બાજુ નજરે પડતો સુચિત પુલ અને ઘાટ

રાજેન્દ્રબાગ પાસે 2.75 કરોડના ખર્ચે બનનારા ઘાટ, પુલ, ટુરિસ્ટ રેસ્ટ રૂમ, ફૂડ કોટનું કામ ગતિમા

બ્યુટીફિકેશન | હમીરસર તળાવના ક્રિષ્નાજી પુલ પાસે જોશ ભેર કામગીરી : 5 કોલમ ઉભા કરવાનું કામ ચાલુ કરી દેવાયું, હવે સ્લેબ બનાવાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો