તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તમારી વાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરો તો સ્માર્ટ બનતાં બનશે, ગામડાંનું શું ?

ભારતખરેખર તો ગામડાંનો બનેલો દેશ હોવા છતાં વર્તમાન સરકાર શહેરોને સ્માર્ટ બનાવવાની હોડમાં લાગી છે. હાલમાં જે મેગા સીટી છે તેમાં પણ પ્રજાજોગ પૂરતી સગવડો ક્યાં મળે છે, ગામડા�”માં રોજગારી, પાણી વિતરણ, ઘાસચારો સહિતની સમસ્યા�” ઠેરની ઠેર છે. ગરીબોનો આર્તનાદ આંતરિક કલહ, જાતિવાદી માનસિકતા અને ‘હું’ પદની અહંકારી વ્યવસ્થામાં ક્યાંક દબાઇ ગયો છે. શહેરોને સ્માર્ટ બનાવ્યા પહેલાં ગામડાં તૂટતાં જાય છે. ખરેખર તો ગામડાની પ્રજાને યોગ્ય સુવિધા�” પહોંચતી કરવાની તાતી જરૂર છે.

--સી.જી. માથુર, ભુજ

અન્ય સમાચારો પણ છે...