તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભારતનગરમાં બે શખ્સોએ યુવાનને માર માર્યો

ભારતનગરમાં બે શખ્સોએ યુવાનને માર માર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામનાભારતનગર વિસ્તારમાં બે શખ્સોએ જુના ઝગડાનું મનદુખ રાખી યુવાન પર હુમલોક અરી તેને માર માર્યાની ફરિયાદ નોંધાઈ હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ભારતનગરમાં હરેશ નામોરી મતીયા (ઉ.વ.19)ને ભરત તરીયા અને ટાંકા ડોન નામના બે શખ્સોએ લોખંડના સળીયા વડે માર મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને પ્રાથમિક સારવાર અહીં આપ્યા બાદ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ રીફર કરાયો હતો. પોલીસે બન્ને શખ્સો વિરુદ્ધ અરજી સ્વિકારી તપાસ આદરી છે. અહીં નોંધવું રહ્યું કે, થોડા સમય પહેલા ભારતનગરમાં જૂથ અથડામણની બિના પણ બની હતી. વિસ્તારમાં અસમાજિક તત્વોના વધતા ત્રાસ અંગે સ્થાનિક વેપારીઓ પણ અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...