તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજમાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં 108850 સીસી લોહી એકઠું કરાયું

ભુજમાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં 108850 સીસી લોહી એકઠું કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાંલોહાણા મહાજન દ્વારા યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં મહિલાઓ અને લશ્કરના જવાનો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તાજેતરમાં કચ્છમાં ઉભી થયેલી લોહીની તંગીના સમયે લોકોને વધુને વધુ રક્તદાન કરવાની અપીલને અપનાવતાં મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું.

જનરલ હોસ્પિટલના સહયોગથી યોજાયેલા કેમ્પનો મહાનુભાવોએ દીપપ્રાગટ્યથી આરંભ કરાવ્યો હતો. 311 રક્તદાતાઓ થકી 1,08,850 સીસી રક્ત એકઠું કરી શકાયું હતું. મહિલાઓ સહિત બહોળી સંખ્યામાં દાતાઓ ઉમટી પડતાં કેમ્પને નિર્ધારિત 1:30 વાગ્યાને બદલે 3 વાગ્યા સુધી લંબાવવો પડ્યો હતો. 60 જેટલા વ્યક્તિઓએ પ્રથમવાર લોહી આપવાનો અનુભવ લીધો હતો. લોહાણા મહાજનના પ્રમુખ કિરણ ગણાત્રાએ ભવિષ્યમાં ક્યારેય પણ ભુજમાં લોહીની જરૂરીયાત ઉભી થાય તો આનાથી પણ વધુ સંખ્યામાં રક્ત એકઠું કરી આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી કેમ્પમાં ઉપસ્થિત દાતાઓનો આભાર સન્માન પત્ર અને ગુલાબનું ફૂલ આપીને માન્યો હતો. કેમ્પમાં ઉપપ્રમુખ નવિન આઇયા, મંત્રી સતિષ શેઠિયા, રઘુનાથજી મંદિર જીર્ણોદ્ધાર સમિતિના પ્રમુખ પ્રવિણ પૂજારા સહિતના શહેરના ગણમાન્ય વ્યક્તિઓ અને અગ્રણીઅોએ હાજરી આપી રક્તદાનની પ્રવૃત્તિને પ્રોત્સાહન પૂરૂં પાડ્યું હતું. આયોજનમાં પરેશ અનમ, ભૌમિક વચ્છરાજાની, કમલ કારીઆ, મીત પૂજારા સહિત મહાજનના અન્ય હોદ્દેદારો, મહિલાશ્રમના હોદ્દેદારો તથા કાર્યકરોએ ફાળો આપ્યો હતો.

આર્મીના 25 જવાનોએ પણ રક્તદાન કર્યું

સરહદેલોહી રેડવામાં જરાસરખી પાછીપાની કરતા ગોરખા રેજીમેન્ટના 25 થી વધુ જવાનોએ તેમના કમાન્ડિંગ ઓફિસર અભયસિંહની આગેવાની હેઠળ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...