તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દેશના પ્રથમ ખારેક સંશોધન કેન્દ્રનું નિર્માણકાર્ય પૂર્ણતાના આરે

દેશના પ્રથમ ખારેક સંશોધન કેન્દ્રનું નિર્માણકાર્ય પૂર્ણતાના આરે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇઝરાયેલસરકારના સહયોગથી ભારતના પ્રથમ ખારેક સંશોધન કેન્દ્ર માટે સરકારે કચ્છ જિલ્લાની પસંદગી કરી છે અને ભુજના લાખોંદ રોડ નજીક 10 એકરના વિશાળ વિસ્તારમાં આકાર પામતું ખારેક સંશોધન કેન્દ્રનું ભવન કાર્યરત થવા માટે તૈયાર થવા પર છે અને ટૂંક સમયમાં તેનો પહેલો તબક્કો ચાલુ થઈ જશે તેવું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે.

ઇન્ડો-ઇઝરાયેલ વર્કપ્લાન સેન્ટર ઓફ એક્સીલન્સ ફોર ડેટ ફાર્મ નામના પ્રોજેક્ટ માટે ભારત સરકારે 4.5 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. ગ્રાન્ટમાંથી લાખોંદ રોડ નજીક આકાર લેતું ભવનનું બાંધકામ મોટા ભાગે પૂર્ણ થઇ ગયું છે. બાગાયત અધિકારીએ જણાવ્યું કે, સેન્ટર ઓફ એક્સીલન્સ ફોર ડેટ ફાર્મના પ્રથમ ચરણમાં 50 ખેડૂતને માર્ગદર્શન આપી શકાય તેવું તાલીમ યુનિટ બનાવાયું છે. આખાય પરિસરમાં ખારેકના રોપા વાવવાનું આયોજન છે, પણ હાલમાં બોરમાંથી પાણી મળતું હોવાના કારણે થોડો વિલંબ થઇ રહ્યો છે. ઇઝરાયેલનું ગરમ હવામાન જેમ ખારેકને માફક આવે છે, તેમ કચ્છનું હવામાન ખારેક માટે અનુકુળ છે, તેથી પ્રોજેક્ટ માટે કચ્છ પર પસંદગી ઉતારાઇ હતી. સેન્ટર ઓફ એક્સીલન્સના પ્રોજેક્ટના લીધે કચ્છમાં ખારેકનું વાવેતર કરતા ખેડૂતોને મોટો ફાયદો થશે.

ખેડૂતો માટે તાલીમ યુનિટ અને ઓક્શન હાઉસ પણ બનાવાયા

કોલ્ડ સ્ટોરેજ પણ બનશે

ખારેકસંશોધન કેન્દ્રના બીજા તબક્કામાં કોલ્ડ સ્ટોરેજ યુનિટ અને પ્રી-કુલિંગ યુનિટ પણ બનાવાશે. કચ્છી ખારેકની વિદેશમાં ભારે માંગ છે, ત્યારે અત્યાર સુધી નિકાસકારોને ખારેક સાચવવા માટે જે મુશ્કેલી વેઠવી પડતી તેનો હવે અંત આવી જશે.

રાજસ્થાનમાંપણ કેન્દ્ર બનશે

ખારેકનાસંશોધન માટે સેન્ટર ઓફ એક્સીલન્સ બન્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા રાજસ્થાનમાં પણ ખારેકના સંશોધન માટે આવું કેન્દ્ર કાર્યરત કરવાની કવાયત ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...