તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજના જનસેવા કેન્દ્રમાં એજન્ટોનો અડિંગો : તંત્રવાહકો પણ બન્યા લાચાર

ભુજના જનસેવા કેન્દ્રમાં એજન્ટોનો અડિંગો : તંત્રવાહકો પણ બન્યા લાચાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારભલેને એજન્ટ પ્રથા નાબૂદ કરી તેને ગેરકાયદે ઠરાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહી છે, પણ વાસ્તવિક સ્થિતિ છે કે, પ્રથા ગેરકાયદે જાહેર થઇ ચૂકી હોવા છતાં અનેક કચેરીઓમાં તે ખુલ્લી રીતે ચાલી રહી છે. ભુજમાં કલેક્ટર કચેરીના સંકુલમાં આવેલા જનસેવા કેન્દ્રમાં એજન્ટોએ પોતાનો અડિંગો મજબૂત રીતે જમાવી દીધો છે. બદી એટલી હદે વકરી ગઇ છે કે, ખુદ તંત્રવાહકો પણ તેની સામે લાચારીભરી સ્થિતિમાં દેખાઇ રહ્યા છે.

જનસેવા કેન્દ્રમાં વિવિધ પ્રકારની કામગીરી નીપટાવવા માટે ભુજ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં અરજદારો આવતા હોય છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાંથી આવતા અરજદારોને શિશામાં ઉતારવા માટે 5થી 6 એજન્ટો ટેબલ-ખુરશી અને પાટિયા રાખી પોતાના હાટડાને બેફોકપણે ધમધમાવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારની ભલી ભોળી જનતાને તેમનું કામ ત્વરીત સમયમાં થઇ જશે, તેવી લાલચ આપી તેમની પાસેથી મન ફાવે તેટલા નાણાં પડાવી રહ્યા છે. જનસેવા કેન્દ્રની કામગીરીથી અજાણ લોકો તો તેમનું કામ થઇ જશે તેમ માની આવા એજન્ટોને પૈસા આપી પણ દે છે. જોકે, આવા લોકો પૈકી કેટલા લોકોનું કામ થાય છે અને કેટલા લાકોએ પૈસા અાપ્યા છતાં તેમનું કામ થયું હોય તવા કિસ્સાઓ યેનકેન પ્રકારે દબાઇ જાય છે. સામાન્ય નિયમ અનુસાર આવા પ્રકારની કામગીરી કરવા માટે અગાઉ તંત્ર તરફથી પીટીશન રાઇટરનું લાઇસન્સ અપાતું, પણ છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી આવા લાઇસન્સ આપવાનું બંધ કરી દેવાયું છે. આમ છતાં અાવું લાઇસન્સ મેળવ્યા વગર આવા એજન્ટો ખુલ્લેઆમ પોતાની દલાલીની દુકાન ધમધમાવી રહ્યા છે.

અમે વખતો વખત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે

^એજન્ટોનાત્રાસ અંગે અમે વખતોવખત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે. અગાઉ 2 વાર પોલીસ બોલાવી આવા એજન્ટોના બોરિયા બિસ્તરા સંકેલી લીધા હતા. જોકે, તે પછી સમસ્યા ઘટવાના બદલે ઉલટાની વધી રહી છે. > પ્રફુલ્લગોર, નાયબમામલતદાર

અન્ય સમાચારો પણ છે...