તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રજાના દિને વીજતંત્રે 950 જોડાણ કાપ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજાના દિને વીજતંત્રે 950 જોડાણ કાપ્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વીજબીલ ભરનારાઓ પર તવાઈ બોલાવી પૂર્વ કચ્છના પીજીવીસીએલ સર્કલ દ્વારા એક દિવસમાં 40 ટીમો દ્વારા 950 વિજકનેક્શનોને કાપી નખાયા હતા. તમામ કનેક્શનોમાંથી પીજીવીસીએલનો 55 લાખનું લેણું નિકળે છે.

રજાના દિવસે ગાંધીધામ અને આદિપુર સબ ડિવીઝન પીજીવીસીએલ, પુર્વ કચ્છ વડા રાખોલીયા અને કાર્યપાલક ઈજનેરની આગેવાનીમાં મેગા ડિસક્નેક્શન ડ્રાઈવ યોજાઈ હતી. જેમાં કુલ 40 ટીમો દ્વારા, જેના વિજબીલના લેણા બાકી હોય તેવા કુલ 950 વીજ જોડાણો કાપવામાં આવ્યા હતા. જેમાં ઔધોગીક, કોર્મશીયલ, દુકાનો, રહેણાક સહિતના વીજ જોડાણોનો સમાવેશ થાય છે. તમામ પાસેથી કુલ 55 લાખ જેટલી રકમ બાકી હતી. કાર્યપાલક ઈજનેરે અંગે જણાવ્યુ હતુ કે આગામી 31મી માર્ચ સુધી કાર્યવાહી ચાલુ રહેશે જેથી જે ગ્રાહકોએ બીલ ભર્યુ હોય તેમણૅ સમસ્યાનો સામનો કરવો પડે તે માટૅ તાત્કાલિક બીલ ભરપાઈ કરવા જોઇએ.

20 લાખની આવક પણ થઈ

રવિવારેવીજકાપ માટે નિકળેલી 40 ટીમો સામે કેશીયરો પણ મુકવામાં આવ્યા હતા. જેથી જેઓ બીલ ભરપાઈ કરી આપે તે સ્વિકારી ફરી જોડાણ કરી અપાય. કાર્યવાહીમાં એક દિવસમાં 20 લાખની આવક પણ વીજતંત્રને થઈ હતી.

વીજ તંત્રની ટીમોએ બાકીદારોના ઘરેથી વીજ મીટર ઉતારી લઇ થાંભલા પરથી જોડાણ કાપ્યા હતા.

બાકીદારો પર રજાના દિવસે વીજતંત્ર વિજળી બનીને ત્રાટક્યું

આદિપુર- ગાંધીધામમાં પીજીવીસીએલએ આક્રમક વલણ અખત્યાર કર્યુ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો