તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કચ્છમાં 14052 બાળક ચશ્માધારી : 16784 બાળકને છે આંખના રોગો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છમાં 14052 બાળક ચશ્માધારી : 16784 બાળકને છે આંખના રોગો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઝડપીઅને ટેક્નોલોજીના સમયમાં કચ્છમાં સરકાર, એનજીઓ અને પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા થયેલા સંયુક્ત સર્વેમાં જાણવા મળેલા આંકડા મુજબ કચ્છમાં 2015-16ના વર્ષમાં 8022 બાળકને ચશ્મા આપવામાં આવ્યા હતા, તો 2017ના ફેબ્રુઆરી સુધીમાં 6030 બાળકને ચશ્મા અપાયા છે, એમ કચ્છમાં કુલ 14052 બાળક ચશ્માધારી છે, તો ગ્લુકોમા, ડાયાબિટીક રેટીના, ચાઇલ્ડહૂડ બ્લાઇન્ડનેસ જેવા વિવિધ રોગ હોય તેવા કચ્છમાં કુલ 16784 બાળક છે.

બાબતે રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ ચાલતા કાર્ય બાબતે વિગતો આપતાં કમિટીના ચેરમેન સિવિલ સર્જન ડો. જિજ્ઞાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત પહેલાં જે-તે શાળાના શિક્ષકોને પોતાની શાળાના બાળકોમાં જે બાળકોને આંખનો પ્રોબ્લેમ હોય તેની તારવણી કરવાનું કહેવાય છે, ત્યાર બાદ ટેક્નિકલ ટીમ દ્વારા ચકાસણીનો કાર્યક્રમ યોજાય છે અને તેમાંથી જે બાળકોને ચશ્માની જરૂરિયાત હોય તેને ચશ્મા આપવામાં આવે છે. પ્રકારના રોગ આનુવંશિક પણ હોઇ શકે છે.

^આજના જનરેશન પાસે મોબાઇલ, ટીવી, કમ્પ્યૂટર તથા વાંચનને કારણે માહિતીનો ભંડાર છે, માટે મારા મત પ્રમાણે આંખના નંબર વધવાનું કારણ ઉત્ક્રાંતિના નિયમ પ્રમાણે છે, પહેલાંના સમયમાં લોકો પાસે માહિતી માટે વાંચન એક સાધન હતું, માટે અત્યારના સમય મુજબ મગજમાં વધુ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ થતો હતો. આંખ અને મગજ જોડાયલા છે, માટે વધુ માહિતીના સંગ્રહ માટે મગજને વધુ જગ્યા જોઇએ અને જો મગજમાં વિકાસ થાય તો આંખ પણ મોટી થાય અને જો 1 એમએમ આંખ વિકસે, તો 3 નંબર આવે એટલે મારું સ્પષ્ટ માનવું છે કે, બિનજરૂરી મોબાઇલ, કમ્પ્યૂટર, વીડિયોગેમનો ઉપયોગ ટાળી મેદાની રમતોને પ્રોત્સાહન આપવું જોઇએ, તો પ્રમાણમાં ફેર પડી શકે.>ડો. સંજયઉપાધ્યાય, અાંખનાસર્જન-ભુજ

પહેલાંના સમયમાં જાગૃતિનો અભાવ હતો એટલે બહાર નહોતું આવતું

^અત્યારનાસમય કરતાં પહેલાંના જમાનામાં બાબતે આટલી જાગૃતિ હોવાને લીધે બહાર આવતું હતું, પરંતુ પ્રમાણ તો આટલું હોઇ શકે, અત્યારે તો બાબતે અનેક કાર્યક્રમો દ્વારા આંખની ચકાસણી થાય છે, માટે પ્રમાણ બહાર આવ્યું છે. આંખના રોગ આનુવંશિક હોઇ શકે, વિટામિન-એની કમી, રતાંધળાપણુ જેવા રોગો વધી ગયા છે. હા, અત્યારના બોળકોમાં ટીવી વધુ જોવું, આહારમાં પણ જંકફુડ, મોબાઇલનો ઉપયોગ વધી ગયો છે, તેના કારણે ચશ્માના નંબર બાળકોમાં વધુ જોવા મળે છે. > ડો.કવિતા પરીખ, આંખનાડોક્ટર-અદાણી હોસ્પિટલ

શરીરના વિકાસમાં મગજ અને આંખ 80 ટકા ભાગ ભજવે છેસર્વે મુજબ 2015-16માં 8022 અને 2017માં ફેબ્રુઆરી સુધીમાં 6030 બાળકને ચશ્મા અપાયાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો