તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઘોરાડ પક્ષીની જીવનગાથા પર વિશ્વની પ્રથમ સચિત્ર બુક અમેરિકા ખાતે લોન્ચ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘોરાડ પક્ષીની જીવનગાથા પર વિશ્વની પ્રથમ સચિત્ર બુક અમેરિકા ખાતે લોન્ચ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઘોરાડ,વિશ્વમાં માત્ર ભારતમાં જોવા મળતી પક્ષીની પ્રજાતિ હાલ કચ્છ અને રાજસ્થાનના ઘાસિયામેદાનમાં માત્ર 250 એકલવાયા જેવી સંખ્યામાં બચ્યા છે. વૈશ્વિકસ્તરે તેને ઓળખ આપી વિલુપ્તિના આરે ઉભેલા ઘોરાડના સંરક્ષણ અર્થે તાજેતરમાં અમેરિકાના હવાઈ ખાતે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ પિક્ટોરિયલ લાઈફ હિસ્ટોરી નામક વિશ્વની પ્રથમ કોફીટેબલ બુક લોન્ચ કરાઈ હતી.

કોર્બેટ ફાઉન્ડેશન દ્વારા નિર્મિત 116 પાનાની બુકમાં ગુજરાતમાં માત્ર અબડાસામાં જોવા મળતા ઘોરાડ પક્ષીની જીવન શૈલીની તસવીરો દ્વારા વિશિષ્ટ છણાવટ કરાઈ છે. હવાઈ ખાતે હાલ વૈશ્વિક ધોરણે પક્ષીઓની પ્રજાતિની સ્થિતિ નક્કી કરતી અને તેના સંવર્ધન માટે કાર્યરત એવી પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરની મહાસભા ચાલી રહી છે, જેમાં એશિયાના રિજનલ ડાયરેક્ટર મિસ અબાન માર્કર કબ્રાજીના હસ્તે કોફીટેબલ બુકનું અનાવરણ કરાયું હતું. બુક લેખક ડો. અસાદ રહેમાની અને સહ-લેખક દેવેશ ગઢવી અને કેદાર ગોરે દ્વારા પ્રસિદ્ધ કરાઈ છે. મહાસભામાં વિશ્વની પક્ષી પ્રજાતિઓ સાથો સાથ ભારતના

...અનુસંધાન પાના નં.11

ગૌરવસમા ઘોરાડના અસ્તિત્વ પરના ખતરા, તેનું સંરક્ષણ અને વૈશ્વિક સ્તરે તેના મહત્ત્વ વિશે હાલ ચર્ચા-વિચારણા કરાઈ રહી છે, જેમાં દેશ-વિદેશના વૈજ્ઞાનિકો અને પક્ષીવિદો ભાગ લઇ રહ્યા છે, તેમાં બુકના સહલેખક અને કચ્છમાં ઘોરાડ સંવર્ધન માટે વર્ષોથી કાર્યરત સંસ્થાના ડેપ્યુટી ડાયરેક્ટર દેવેશભાઈ ગઢવી ભાગ લઇ રહ્યા છે. અત્યાર સુધી આઈ.યુ.સી.એન.ની વૈશ્વિક મહાસભામાં એશિયા અને ભારતમાં માત્ર સિંહ અને વાઘ વાઇલ્ડલાઇફનો મ્હોરો હતા, પ્રથમવાર ઘોરાડને વૈશ્વિક ફલક પર મુકાતા હવે તેના સંવર્ધનની ઉજળી આશાઓ સેવાઈ છે. ઘોરાડ પક્ષી IUCN રેડ લિસ્ટ દ્વારા 2011માં તેને ‘વિલુપ્તિના આરે’ ઉભેલી પ્રજાતિ જાહેર કરાઈ છે. જોકે, વર્ષે આઈ.યુ.સી.એન. ઇન્ડિયાના રિપોર્ટમાં પણ ઘોરાડની નોંધ લેવાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા સર્વે મુજબ કચ્છના અબડાસામાં ઘોરાડ 30થી પણ ઓછી સંખ્યામાં બચ્યા છે.

દુનિયાનું અજોડ નજરાણું, સરકારના પ્રોત્સાહનની રાહમાં વિલુપ્તિના આરે ઉભું છે

તત્કાલિન રાજ્યના મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓગસ્ટ-2013 કચ્છ આવ્યા, ત્યારે તેમણે વક્તવ્યમાં ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ‘ઘોરાડ : દુનિયાનું અજોડ નજરાણું કચ્છની પાસે છે, જે થોડા માત્ર બચ્યા છે તેને બચાવવું છે’. હવે જ્યારે સ્થાનિક સંસ્થા ઉમદા પ્રયાસ કરી ઘોરાડને પ્રતિષ્ઠિત વૈશ્વિક મહાસભાઓ સુધી લઇ ઓળખ આપવા પ્રયાસ કરી રહી હોય, ત્યારે મોદી સરકાર પક્ષી વિશે તો વર્ષોથી સજાગ છે જ, પણ નેમ પુરી કરે તો વિલુપ્તિના આરે ઉભેલા ઘોરાડને બચાવી શકાય અને વર્ષો સુધી તેનું અસ્તિત્વ ટકી રહે.

કોર્બેટ ફાઉન્ડેશન દ્વારા ઘાસિયા પક્ષીને મળશે વૈશ્વિક ઓળખ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો