તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સાંધવમાં બે શખ્સોએ તરૂણને લાફા ઝીંકી કાનનો પડદો તોડયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંધવમાં બે શખ્સોએ તરૂણને લાફા ઝીંકી કાનનો પડદો તોડયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અબડાસાતાલુકાના સાંધવ ગામે બુધવારે સાંજે નીકળેલી ગણેશજીની રવાડીમાં માસ્તરને ટાપલા-ટાપલી કર્યાની શંકા રાખી બે શખ્સોએ તરૂણને તમાચા ઝીંકી દેતા તેના કાનનો પડદો ફાટી જતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્તના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતાં તપાસ હાથ ધરાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ સાંધવ ગામમાં ગત 7/9ના સાંજે ગણેશ વિસર્જનની રવાડીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. રવાડીમાં ગામના ચંદનગર બાવાજી (માસ્તર)ને કોઇકે ટાપલી મારતાં અફડા-તફડી મચી ગઇ હતી, ત્યારે ગામના બે શખ્સોએ ઓચિંતા વચ્ચે આવી એક 15 વર્ષીય તરૂણ પર શંકા રાખી લાફા ફટકારતાં તેને કાનમાં ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, બનાવને પગલે સાંધવ ગામના કેશભા રાણુભા જાડેજા (ઉ.વ.45)એ કોઠારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, રવાડી દરમિયાન કોઇએ માસ્તરને ટાપલી મારી, કાંઇ પણ જોયા-જાણ્યા વગર ગામના પ્રતાપસિંહ ભગવાનસિંહ સોઢા તથા રાજુભા પ્રતાપસિંહ સોઢાએ મારા પુત્ર પર ખોટી શંકા રાખી જોરદાર લાફા

...અનુસંધાન પાના નં.11

મારતાં તેના પુત્રને કાનમાં પડદામાં કાણું પડી કાનના પડદાને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત તરૂણને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, ઇજાગ્રસ્તના પિતાની ફરિયાદ પરથી કોઠારા પોલીસે બનાવની નોંધ લઇ બન્ને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માસ્તરને ટપલા-ટપલી કર્યાની શંકા રખાઇ

ગણેશ વિસર્જન સમયે નીકળેલી રવાડીમાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો