તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • માંગ મુજબના પરિવર્તન સાથે ભૂગર્ભજળ સંગ્રહ કરવું પડશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ મુજબના પરિવર્તન સાથે ભૂગર્ભજળ સંગ્રહ કરવું પડશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છઅને ગુજરાત પાણીની અછતવાળા દેશના ભાગોમાં આવે છે. વિસ્તારોમાં વરસાદી પાણીનો સંગ્રહ અનિવાર્ય છે, પણ વર્તમાન સ્થિતિ મુજબ પાણીના પડકારો સાથેે ડિમાન્ડ એટલે કે માગણી મુજબ બીજા અર્થમાં વ્યક્તિની આર્થિક ક્ષમતા વધારી શકાય અને તેવી રીતે ભૂગર્ભજળ સંગ્રહનું આયોજન કરવું પડશે અને તે કુદરતી સ્રોત આધારિત હશે. જો જરૂરી પાણી મળતું રહેશે તો પરંપરાગત ખેતી સાથે ખેતીમાં બદલાવ પણ લાવી શકાશે. ઉપરાંત ઔદ્યોગિક એકમોએ પણ વોટર સિક્યોરિટી પ્લાન્ટ ઉભા કરવા પડશે અને પાણીનો અનામત જથ્થો ઉદ્યોગોમાં વાપરી શકાય તેવી વ્યવસ્થા કરવી જોઇએ, તેમ ગુરુવારે ભુજમાં ફોકીઆ આયોજિત એક દિવસીય સેમિનારમાં કેન્દ્રના ભૂગર્ભજળ સંગ્રહ બોર્ડના ચેરમેન ડો. કે.બી. બિશ્વાસે ઉદ્યોગ પ્રતિનિધિઓને સંબોધતાં જણાવ્યું હતું, તો કુદરતી સ્રોતની જાળવણી માટે વિસ્તારની અનુકૂળતા મુજબના વૃક્ષોનું વાવેતર જરૂરી છે.

ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન્સ દ્વારા યોજાયેલા એક દિવસના એન્વાયર્મેન્ટ અને નેચરલ રિસોર્સિસ આધારિત બ્લ્યૂ રિવોલ્યુશન પ્રોજેક્ટ અંતર્ગતના વોટર સ્કેર્સ ટુ વોટર સરપ્લસ વિષયક સેમિનારમાં મુખ્ય મુદ્દો ગ્રાઉન્ડ વોટર (ભૂગર્ભ જળસંગ્રહ) રહ્યો હતો, જેમાં અધ્યક્ષીય પ્રવચનમાં કેન્દ્રના ભૂગર્ભ જળસંગ્રહ બોર્ડના અધ્યક્ષ ડો. બિશ્વાસે ઉદ્યોગ પ્રતિનિધિઓને સંબોધતાં જણાવ્યું હતું કે, વપરાશકર્તાઓની પાણીની જરૂરિયાત વધતી રહેવાની છે. માગણીનો અમર્યાદિત હોય છે. ખાસ કરીને વરસાદ આધારિત ખેતી સહિત પાક બદલવાની પેટર્નમાં હવે લોકોની આર્થિક સહિતની જરૂરિયાતો વધતી રહેશે, ત્યારે તે

...અનુસંધાન પાના નં.11

મુજબ જળસંગ્રહની પણ વ્યવસ્થા કરવી પડશે. એક સમયે પંજાબમાં મુખ્ય પાક તરીકે ઘઉં અને મકાઇ હતા, આજે બાસમતી ચોખાએ તેનું સ્થાન લીધું છે. વધતા જળ સંગ્રહ અને વરસાદી પાણીના રીસાઇકલિંગના કારણે વધુ ફાયદો થઇ શકતો હોય છે. કુદરતી સ્રોત જાળવવામાં આવશે, તો પરંપરાગત ખેતી પણ પુન: જીવિત થઇ શકશે. ટકાઉ વ્યવસ્થા અનિવાર્ય જણાઇ છે.

ફોકીઆના મેનેજિંગ ડિરેક્ટર નિમિષ ફડકેએ ઉદ્યોગ જગત પણ ભૂગર્ભજળ અંગે ચિંતિત હોવાની વાત કરી હતી. તેમણે ઉમેર્યું કે, સર્વે આધારિત મળેલી ભૂર્ગભજળ, તેના સંગ્રહને લગતી માહિતી સમાજ અને ઉદ્યોગો સુધી પહોંચાડવાની છે અને ઉદ્યોગો પણ આવા પ્રકારની કામગીરી શરૂ કરે અને આગળ વધારે તે સમયની જરૂરિયાત પણ છે.

સહયોગી ઔદ્યોગિક એકમ એક્સેલ ગ્રૂપ સાથે ભુજના એરિડ કમ્યુનિટીસ એન્ડ ટેક્નોલોજીના સ્થાપક અને ડાયરેક્ટર યોગેશ જાડેજાએ જણાવ્યું હતું કે, કચ્છના 900 ગામોની સેટેલાઇટ ઇમેજિસ અને ફિલ્ડ વર્ક દ્વારા 24 મહિના સુધી સર્વે કરાયો છે. દિવસભરના વર્કશોપમાં દેશના આઇ.ટી. નિષ્ણાત દીપક વોરા, લંડનના એન્વાર્મેન્ટ, નેચરલ રિસોર્સિસના પ્રોફેસર ડો. ફિલીપ ક્લેટ તેમજ જેના સહયોગથી પરિસંવાદ યોજાયો હતો, તે નંદન નિલેકર્ણીની અરાગ્યમ બિનસહકારી સંસ્થાના ડાયરેક્ટર ડો. વિશ્વદીપ ઘોષે તેમના અનુભવો રજૂ કર્યા હતા. ફોકીઆના એડમિન મેનેજર રાધિકા ઠક્કર તેમજ તેમની ટીમ આયોજનમાં જોડાઇ હતી.આવા સેમિનારના તારણો સરકાર અને વહીવટી તંત્રને પણ ઉપયોગી : કલેક્ટર ગાંધી

ઉદઘાટનસત્રના અતિથિવિશેષ તરીકે રહેલા કચ્છના સમાહર્તા એમ.એ. ગાંધીએ કહ્યું હતું કે, હું પણ સામાન્ય નાગરિકની જેમ પાણીનો વપરાશકર્તા છું અને એક નાગરિક તરીકે મને પણ પૂરતું પાણી મળી રહે તે જરૂરી હોય છે. સાથે-સાથે સરકારના વહીવટી તંત્ર તરફથી પણ સામાન્ય લોકો, ખેડૂતો અને ઉદ્યોગોને તેમના સ્તરની પાણીની સમસ્યા કેમ હલ કરી શકાય તેવા પ્રયાસો સતત ચાલુ રહેતા હોય છે, તેથી આવા સેમિનારમાં જે તારણો નીકળે તે જાણવા અનિવાર્ય છે. ભૂગર્ભજળ સંગ્રહ કે અન્ય રીતે પાણી બચાવવના વર્કશોણના તારણોનું કેટલું અમલીકરણ થાય છે, તેના પર ફોકસ કરતી મીઠી ટકોર પણ કરી હતી. ગાંધીએ ફોકીઆને તારણો તેમના સુધી પહોંચાડવા કહ્યું હતું. તો જિલ્લા વિકાસ અધિકારી સી.જે. પટેલે વરસાદી પાણી સચવાય અને વપરાશકર્તાઓ ઉપયોગ દરમિયાન પણ તેનો ઓછો બગાડ કરે તેવી હિમાયત વ્યક્ત કરી હતી.

વરસાદી પાણી સંગ્રહ વિષયક સેમિનાર

સેમિનારમાં ઉદ્યોગ પ્રતિનિધિઓને મુખ્ય વકતવ્ય આપતા ડો. કે.બી.બિશ્વાસ તથા મંચ પર કલેકટર, ડીડીઓ, ફોકીયાના એમ.ડી. વગેરે નજરે પડે છે.

ફોકીઆ આયોજિત બ્લ્યૂ રિવોલ્યુશન સેમિનારમાં કેન્દ્રના ભૂગર્ભજળ સંગ્રહ બોર્ડના ચેરમેનની સીધી વાત {ઉદ્યોગોએ વોટર સિક્યોરિટી પ્લાન્ટ ઉભા કરવા જોઇએ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો