તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પાનધ્રોમાં બાળકની સાવકી માંએ મોતને ઘાટ ઉતાર્યો ?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાનધ્રોમાં બાળકની સાવકી માંએ મોતને ઘાટ ઉતાર્યો ?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લખપતનાવર્માનગર ખાતે આવેલા પાનધ્રો વીજ મથકના કર્મચારીના પુત્રનું મંગળવારે રાત્રે મોત થયું હતું, જેના હાથ પરના ગર્ભિત નિશાનો જોવા મળતાં પીએમ માટે જામનગર પોસ્ટમોર્ટમ માટે મોકલાયો છે, ત્યારે બીજી બાજુ મૃત પામનાર બાળકના કાકાએ નારાયણ સરોવર પોલીસ સ્ટેશનમાં તેના ભાણેજને તેની સાવકી માં માર મારતી હોવાનું અને તેને કારણે મોત થયાની ફરિયાદ લખતાવતાં ચકચાર મચી ગઇ છે.

પાનધ્રો વીજમથકના ફાયર વિભાગમાં ફરજ બજાવતા અલ્તાફ નોતિયારના પુત્ર ઝહિર અલ્તાફ નોતિયારનું ગત 6/9ના મોડી રાત્રે અચાનક મોત થતાં તેને તેની ઓરમાન માતા હોસ્પિટલમાં લઇ આવી હતી. હોસ્પિટલના તબીબે તેના હાથ પરના નિશાનો જોઇ તેને દયાપર પીએમ માટે રિફર કર્યો હતો, બીજી બાજુ ગુરુવારે મોડી રાત્રે નારાયણ સરોવર પોલીસ મથકમાં મૃતક ઝહીરના મામા ફારૂક હુશેન જુણેજા (ઉ.વ.40, રહે. માંડવીવાળા)એ પોલીસમાં ફરિયાદ લખાવતાં જણાવ્યું હતું કે, તેના કાકાઇ ભાઇ અલ્તાફ નોતિયારની પત્ની રેહાનાના લગ્ન નવ વર્ષ પહેલા થયા હતા. અને તેનું કેન્સરની બિમારીથી મૃત્યુ થતાં તેના મામાએ ભુજના કેમ્પ એરિયામાં રહેતા અબ્દુલા જુસબ નોતિયારની દિકરી રોશનબાઇ સાથે ત્રણ વર્ષ પહેલા બીજા લગ્ન કર્યા હતા. મારો ભાણેજ જ્યારે માંડવી આવતો હતો ત્યારે તે ફરિયાદ કરતો હતો કે તેની સાવકી માં અવાર નવાર દોરડાંથી બાંધીને માર મારતી હતી. મારા ભત્રીજાના મોતના બનાવ અંગે જાણ થતાં ડોક્ટર સાથે ફોન પર પુછતાછ કરતાં મારા ભાણેજના હાથ અને ગળામાં મારના નિશાનો હતા. તેથી મારા ભાણેજનું ખૂન કરી નાખ્યું હોવાનું અમોને લાગતાં કાયદેસર કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે.

મૃતકના મામાની ચોંકાવનારી ફરિયાદથી સમગ્ર પંથકમાં ચકચાર

વીજ કર્મચારીના પુત્રના હાથ પર ગર્ભિત નિશાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો