તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પૂર્વ કચ્છમાં ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન કાળા કાચ પર પોલીસ તંત્રની તવાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂર્વ કચ્છમાં ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન કાળા કાચ પર પોલીસ તંત્રની તવાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પૂર્વકચ્છ-ગાંધીધામ પોલીસ જિલ્લામાં ગુરુવારે પોલીસે વિશેષ ટ્રાફિક ડ્રાઇવ યોજી કાળી ફિલ્મો ધરાવતી કારોના કાચ પરર તવાઇ ઉતારી, 356 વાહનો પરથી ફિલ્મો દૂર કરાવી હતી, તો આવા વાહનચાલકો પાસેથી સ્થળ પર 52,800નો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. પોલીસની કામગીરીના પ્રતાપે અનેક કારમાલિકોએ જાતે ફિલ્મો દૂર કરી હતી.

ઠેર-ઠેર ઝુંબેશના ભાગરૂપે કાળા કાચ સફેદ કરાવી નાખવામાં આવ્યા હતા. અંતર્ગત ગાંધીધામ ખાતે 303 કેસો કરવામાં આવ્યા હતા, જે પૈકી 220 કારોના કાળા કાચ સ્થળ પર પોલીસે દૂર કર્યા હતા. આવા વાહનચાલકો પાસેથી પોલીસે 46,300નો દંડ પણ વસૂલ કર્યો હતો. આદિપુર ખાતે પણ 33 કારોના કાળા કાચ દૂર કરવામાં આવ્યા હતા અને અનિયંત્રિત તથા નિયમનનો ભંગ કરતા વાહનચાલકો પાસેથી કુલ 6500નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. આદિપુર પોલીસે વિશેષ કામગીરી હેઠળ શાળા-કોલેજો તથા જાહેર સ્થળોએ બીડી-સિગારેટ-ગુટખા વેચતા વેપારીઓ વિરૂદ્ધ પણ કામગીરી કરી હતી અને 8 વેપચારીઓ પાસેથી 1600ના દંડની વસૂલાત પણ કરી હતી. પી.એસ.આઇ. એન.કે. ચૌહાણ જાતે પોતાના સ્ટાફ સાથે કાર્યવાહીમાં જોડાયા હતા, જેમાં પી.એસ.આઇ. રાણા પણ જોડાયા હતા.

સામખિયાળી ખાતે પી.એસ.આઇ. ચૌધરીએ સ્ટાફને સાથે રાખી સૂરજબારી ચેકપોસ્ટ પર ચેકિંગ આદર્યું હતું અને 103 કારોની કાળી ફિલ્મો દૂર કરવામાં આવી હતી, તો તેમને સ્થળ દંડ પણ કરાયો હતો. એસપી ભાવના પટેલની સૂચનાથી કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. લાંબા સમય બાદ પૂર્વ કચ્છ પોલીસ જિલ્લાની પોલીસે સામૂહિક કામગીરી હાથ ધરતાં વાહનચાલકોમાં શિસ્તનો માહોલ દેખાયો હતો.

356 કારોના કાચ ફરી સફેદ, તો 52800નો દંડ વાહનચાલકો પાસેથી વસૂલાયો

કારમાંથી કાળી ફિલ્મ પોલીસની વિવિધ ટીમો દ્વારા દૂર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો