તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દેશલસર તળાવ ગટરના પાણીથી ઓગની રહ્યું છે ઉપપ્રમુખ વધાવશે ?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશલસર તળાવ ગટરના પાણીથી ઓગની રહ્યું છે ઉપપ્રમુખ વધાવશે ?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજનગરપાલિકાના વિપક્ષી નેતાએ ભીડનાકે નાળાંમાં વહેતી ગટરના પાણીમાં ગાયોને અપાતા ઘાસચારા, દેશલસર તળાવમાં ઠલવાતા ગટરના પાણી અને રેલવે સ્ટેશન ત્રણ રસ્તે વહી નીકળેલા ગટરના પાણી પ્રશ્ને સુધરાઇના નગરપતિ અને મુખ્ય અધિકારીને સ્થળ ઉપર બોલાવી ચિતાર આપ્યો હતો, જેમાં તેમણે કટાક્ષ સ્વરૂપે પૂછ્યું હતું કે, દેશલસર તળાવ ગટરથી ઓગને તો ઉપપ્રમુખ વધાવશે.

ગુરુવારે સુધરાઇના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ ભીડનાકે નાળાંમાં ગટરના વહેતા પાણી વચ્ચે ગૌવંશને અપાતા ઘાસચારા, દેશલસર તળાવમાં વહી નીકળેલા ગટરના પાણી અને રેલવે સ્ટેશને માર્ગ પર આવી ગયેલા ગટરના પાણી મુદ્દે નગરપતિ અશોકભાઇ હાથી અને મુખ્ય અધિકારી ગોવિંદ ચાંડપ્પાને સ્થળ ઉપર બોલાવી સ્થિતિથી વાકેફ કર્યા હતા.

તેમણે દેશલસર તળાવ પાસેની દુકાનો સુધી 4 લાખ ઉપરાંતના ખર્ચ ખોદેલા માર્ગમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાની શંકા પણ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, પદાધિકારીઓ અને ડ્રેનેજ બ્રાન્ચના જવાબદાર અધિકારીના વાંકે શહેરના લોકો તો લોકો, ગૌવંશ પણ રોગચાળાની ચપટમાં આવી જશે, જેથી નગરપતિ અશોક હાથીએ વિપક્ષી નેતા જાડેજાની રજૂઆતનો પડઘો પાડતાં કહ્યું હતું કે, નાળાંની બન્ને બાજુ ઉંચી દીવાલ ચણી દેવાશે, જેથી ગૌવંશને નાળાંમાં નીચે ઉતારી ઘાસચારો નાખવાની પ્રવૃત્તિ બંધ થાય. ડ્રેનેજ બ્રાન્ચના એન્જિનિયર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ગટરના વહી નીકળેલા પાણી પાછળના કારણમાં ગટરની મુખ્યલાઇનો બેસી રહ્યાની વાત કરી હતી.

ભુજ પાલિકાના વિપક્ષી નેતાએ પદાધિકારીઓ અને મુખ્ય અધિકારીને સ્થળ ઉપર બોલાવી ચિતાર આપ્યો

ભીડનાકે નાળાંમાં ગટરના પાણીમાં ગાયોને ઘાસચારો અપાય છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો