તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજમાં આરસી બુક ઉપર 16 લાખ લઇ આચરાઇ છેતરપિંડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજમાં આરસી બુક ઉપર 16 લાખ લઇ આચરાઇ છેતરપિંડી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજનાશિવનગરમાં રહેતી વ્યાજવટાઉનો વ્યવસાય કરતી વ્યક્તિ પાસેથી બે વાહનોની આરસી બુકો જમા કરાવી બે શખ્સો દ્વારા 16 લાખ ઉછીના લીધા બાદ પરત કરી છેતરપિંડી કરતાં ચકચાર મચી જવા પામી છે, તો બાબતે ભોગ બનનારે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં તપાસ હાથ ધરાઇ છે.

પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ શિવકૃપાનગરમાં રહેતા હરેન્દ્રભાઇ સામજીભાઇ ઠક્કર (ઉ.વ.42) જે ધિરધારનો વ્યવસાય કરે છે, તેમના પાસેથી અવાર-નવાર જાદવજીનગરમાં રહેતા અને દત્તાત્રેય ઓટો બ્રોકર્સ નામે વ્યવસાય કરતા ભાવેશ પ્રેમજી ઠક્કર તથા તેના ભાઇ જિગર ઠક્કર વાહનો માટે રૂપિયા લઇ જતા હતા. છેલ્લે બન્ને ભાઇએ ગત 10/7/15થી 28/10/15 દરમિયાન બે વાહનોની આરસી બુકો ઉપર 16 લાખ જેવી માતબર રકમ લઇ તે રકમ પરત કરી વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે, જ્યારે જાણવા મળતી વિગતો મુજબ બન્ને ભાઇએ ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં કાગળો ખોવાઇ ગયા હોવાની ફરિયાદ પણ નોંધાવી હોવાનું બહાર આવ્યું હતું, તો વાહનોના ખોટા કાગળો આધારો ઉભા કરી બારોબાર રકમ ચાઉં કરી જવાની પેરવી આચરી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છેે. રકમ ધિરનારા ફરિયાદીએ આરટીઓ ઓફિસમાં અંગે તપાસ કરતાં સમગ્ર બનાવ બહાર આવ્યો હોવાનું અને શખ્સો અનેકને શિશામાં ઉતારી ઠગાઇ કરતા હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. 16 લાખની છેતરપિંડીનો ભોગ બનનારે ભુજ બી ડિવિઝન પોલીસમાં બન્ને ભાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દત્તાત્રેય ઓટો બ્રોકર્સના સંચાલકો સામે નોંધાઇ ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો