તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કલસ્ટર કક્ષાની તાલીમની તારીખ બદલી, ફરી પાછી નક્કી થઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલસ્ટર કક્ષાની તાલીમની તારીખ બદલી, ફરી પાછી નક્કી થઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતમાંસર્વ શિક્ષા અભિયાન દ્વારા 2016-17ના વર્ષમાં ટીચર્સ ટ્રેનિંગ અંતર્ગત બ્લોક કક્ષાની 8 દિવસીય શિક્ષક સેવાકાલીન તાલીમનું આયોજન કર્યું હતું. જેમાં જન્મદિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના હોવાથી 1લી ઓક્ટોબરે કલસ્ટર કક્ષાની એક દિવસીય તાલીમમાં ફેરફાર કરી 17મી સપ્ટેમ્બરે રખાઇ હતી, પરંતુ અચાનક ફરીથી અગાઉનો કાર્યક્રમ યથાવત રાખવા પરિપત્ર બહાર પડ્યો હતો.

સૂત્રોએ કહ્યું હતું કે, ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદના સ્ટેટ પ્રોજેક્ટ એસએસએના ડાયરેક્ટર મહેશસિંહ દ્વારા 7મી સપ્ટેમ્બરે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર લખાયો હતો. જેમાં જણાવાયું હતું કે, 2 દિવસની તાલીમ જૂનમાં પૂર્ણ કરવામાં આવેલી છે. બાકી રહેતી બ્લોક કક્ષાની શિક્ષક તાલીમ પૈકી 3 દિવસની શિક્ષક તાલીમ હાલ તબક્કાવાર ચાલુ છે. કલસ્ટર કક્ષાની 4 દિવસની શિક્ષક સેવાકાલીન તાલીમ પૈકી એક દિવસીય તાલીમ 6ઠ્ઠી ઓગસ્ટના પૂર્ણ કરવામાં આવી છે. બાકી રહેતી 1 દિવસીય કલસ્ટર કક્ષાની શિક્ષક તાલીમ 1લી ઓક્ટોબરના યોજવાનું આયોજન કરવા ડીપીસીને જણાવાયું હતું. સ્વચ્છતા અને સામાજિક સમરસતા સપ્તાહની ઉજવણી 25મી સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર દરમિયાન કરવામાં આવશે. જેમાં શિક્ષણમંત્રી બાયસેગ દ્વારા રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકોને ઉદબોધન કરવાના હોવાથી તેનો લાભ રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકોને અપાવવા 1લી ઓક્ટોબરને બદલે 17મી સપ્ટેમ્બરે કલસ્ટર કક્ષાની બેઠક રાખવી. જોકે, એક દિવસ બાદ તરત એસએસએના સચિવ અને ઓફિસર ઇન્ચાર્જ ટીચર્સ ટ્રેનિંગ પ્રકાશ ત્રિવેદી દ્વારા 8મી સપ્ટેમ્બરે પુન: ફેરફારનો પત્ર મોકલાયો છે. જેમાં જણાવાયું છે કે, સીઆરસી કક્ષાની તાલીમ 17મી સપ્ટેમ્બરે નહીં, પરંતુ 1લી ઓક્ટોબરે યોજવી !

ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદે બબ્બે પરિપત્રો બહાર પાડ્યા

જન્મ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત આગમનના પગલે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો