તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ‘તુમ કચ્છ કે લોગ ક્યા ફુટબોલ ખેલોગે ?’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘તુમ કચ્છ કે લોગ ક્યા ફુટબોલ ખેલોગે ?’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામનાખેલાડીનું જ્યારે 1981માં રાજ્યકક્ષાએ ફુટબોલ રમવા સિલેક્શન કરવામાં આવ્યું ત્યારે એક ઉચ્ચ અધિકારીએ તેમના વતનની ઠેકડી ઉડાવતા તેમને સોંસરવો તે ઘા ઉતરી ગયો હતો. જેનો જડબાતોબ જવાબ તેમણે રાષ્ટ્રીયકક્ષાએ લગાતાર 5 વર્ષ ફુટબોલ રમી અને હવે સંકુલમાં સેંકડો છાત્રોને ફુટબોલ રમતા કરી આપી રહ્યા છે.

એક સારી જીદ અનેક લોકોના જીવનમાં પરિવર્તન આણી શકે છે. આનું ઉદાહરણ ગાંધીધામના એન્ડ્રુ એન્થોની ડિસુઝા છે. કાનપુરમાં જન્મેલા એન્ડ્રુએ ત્યાં 7મી સુધીનો અભ્યાસમ ત્યાં કરી પોતાના શોખ ફુટબોલ સાથે ગાંધીધામમાં વસવાટ કરી માઉન્ટ કાર્મલમાં અભ્યાસ કર્યો. લગાતાર સારા પરફોર્મન્સથી 1981માં રાજ્યસ્તરમાં સિકેલક્શન થયા બાદ ટ્રેઈનિંગ કેમ્પમાં એક ઉચ્ચ અધિકારીએ ‘તમે કચ્છના લોકો શું ફુટબોલ રમશો ω’ એમ કહેતા ડિસોઝાને ભારોભાર લાગી આવ્યું હતું. તેઓ ઘટના વિશે જણાવે છે કે, ‘ત્યારે મે નક્કી કર્યું કે, કચ્છના યુવાનોને ફુટબોલ રમતા કરવા છે’, ત્યારબાદ તેમનું ગુજરાતની ટીમ માટે સિલેક્શન કરાયું. 1981થી ‘86 સુધી તેમણે રાષ્ટ્રીય ફુટબોલની વિવિધ મેચમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું. શિપિંગ કંપની શરૂ કરી કાર્યમાં જોતરાયા બાદ પણ આગ હતી, જેનાથી પ્રેરાઈ 2004માં ગાંધીધામમાં 10 લોકોને એકત્ર કરી નેપ્ચુન ક્લબનું નિર્માણ કર્યું. આંતરરાષ્ટ્રીયકક્ષાની રમત તરફ બાળકોનો ઝોક વધે તે માટે તેમણે નિ:શુલ્ક કોચિંગની શરૂઆત કરી. તેમની જીદનો તણખલો 2008માં અગ્નિ બન્યો અને તેમના અથાગ પ્રયત્નો થકી કચ્છમાં રાજ્યસ્તરની ફુટબોલ ટુનામેન્ટ યોજાઈ. હજારો બાળકો આટલા વર્ષમાં તેમના નિચે ટ્રેઈનિંગ લઈ વિવિધ રાજ્યોમાં કચ્છનું નામ ઉજાળી રહ્યા છે. હજી પણ તેઓ નિયમિત વિવિધ ટીમ, ક્લબોને નિ:શુલ્ક ટ્રેનિંગ આપી રહ્યા છે. માત્ર ગાંધીધામ નહીં પણ આસપાસના નાના ગામો મીઠી રોહર, કિડાણાની પણ ટીમો બની છે.

ફુટબોલ શીખી રહેલા બાળકો સાથે જમણેથી એન્ડ્રુ ડિસોઝા સાથે ટીમ.

મહેણું ભાંગવા શિષ્યો તૈયાર કર્યા

..અને ગાંધીધામમાં હજારો યુવાનોને એન્ડ્રુ ડિસોઝાએ ફુટબોલ રમતા કર્યા

1981માં સ્પોર્ટ ઓથોરિટીમાં અધિકારીએ ટોણો માર્યો

બાવળ કાપી, પથ્થરો સાફ કરી બનાવ્યું મેદાન!

શરૂઆતમાંજરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવાથી તેમણે પોતાના ઘર સામેની જગ્યા પર પોતે અને મિત્રોના સહયોગથી બાવળો કાપી, પથ્થરો ઉપાડી આખું ગ્રાઉન્ડ સાફ કરી રમવાલાયક કર્યું હતું. આજે પણ સહયોગીઓ તેમને ‘એન્ડ્રુ ગ્રાઉન્ડ’ કહે છે. ગ્રાઉન્ડ હોય તો દેશને ઉત્તમ પ્રકારના ખેલાડીઓ કચ્છ આપી શકે એટલી ક્ષમતા ધરાવે છે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો