• Gujarati News
  • National
  • જિલ્લા બહારથી આવતા લીલા શાકનું ઉત્પાદન ઘટ્યું

જિલ્લા બહારથી આવતા લીલા શાકનું ઉત્પાદન ઘટ્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મે અને જૂન માસમાં કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો ઉંચે રહેવા સાથે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં દુકાળ જેવી પરિસ્થિતિને કારણે છેલ્લા બે વર્ષમાં પહેલીવાર બન્ને મહિનામાં શાકભાજીના ભાવોમાં ત્રણ ગણો વધારો થયો છે. જેમાં લીંબુ મરચાના દામ ચાર ગણા ઉંચકાયા છે.

ઉનાળામાં દર વર્ષે શાકભાજીના ભાવોમાં થોડો વધારો થતો હોય છે. વખતે ગુજરાત પણ કાળઝાળ ગરમીમાં શેકાયું તો મહારાષ્ટ્રમાં પણ ગરમીનું પ્રમાણ વધુ હતું. અહી દુકાળ જેવી સ્થિતિમાં લોકોને પીવા માટેના પાણીના પણ ફાંફા હતા ત્યારે શાકભાજીના પાકને પણ પુરતું પાણી મળ્યું નહોતું. જેથી પાક ઓછો ઉતરતા તેની અસર ભાવો પર પડી છે. ભુજ એપીએમસીના વાઇસ ચેરમેન ચિંતનભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, પાપડી, રીંગણ, પરવર, ટામેટા, ફ્લાવર, આદુ અને મરચા વગેરે જે શાકભાજી આપણને બારેમાસ મળે છે તેે મોટા ભાગે જિલ્લા બહારથી આવે છે. વર્ષે ઉનાળામાં કાળઝાળ ગરમી પડવાથી શાકભાજીનું ઉત્પાદન ઘટવાથી તેના ભાવો પણ બે વર્ષની તુલનામાં ત્રણથી ચાર ગણા વધ્યા છે.ઉનાળામાં લોકો લીંબુનો વધુ ઉપયોગ કરે છે. મરચા તો દરરોજ શાકમાં જોઇએ તે બંનેના ભાવ હાલમાં સૌથી ઉંચા છે.

કિસાન આગેવાન ભીમજીભાઇએ જણાવ્યું કે, મોટાભાગની શાકભાજી ભુજના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવે છે. ગરમીમાં ઉત્પાદન ઓછું થવાથી શહેરમાં લીલા શાકભાજીના ભાવમાં વધારો થયો છે. વરસાદ વહેલો પડે તો ખેડૂતોના હાલના પાકને નુકસાન થાય અને વરસાદ પડયા પછી પણ જો ખેડૂતો ખેતી કરે તો બીજો પાક તૈયાર થતાં બે ત્રણ મહિના લાગી જાય. તેથી જ્યાં સુધી પાક તૈયાર નહી થાય ત્યાં સુધી તો ભાવ વધારો રહેશે. અને તેની અસર મધ્યમવર્ગીય પરિવાર પર પડશે. શાકભાજીનો પાક લેતા ખેડૂતોની સ્થિતિ કફોડી છે. રિટેઇલ માર્કેટ સુધી શાકભાજીના ભાવો ઘણા ઉંચા થઇ જાય છે પણ ખેડૂતોને લાભ મળતો નથી.

શાકભાજી છુટક એપીએમસી

કારેલા70-8015-30

ગુવાર70-8030-40

ટામેટા80-9040-55

મરચા80-9050-70

ભીંડો70-8020-25

રીંગણા50-6015-25

ચોળી70-8030-60

કાકડી75-8030-40

ધાણા90-10030-40

લીંબુ80-9025-45

કોબીજ50-6020-25

દુધી30-4010-20

ફ્લાવર70-9025-30

ગીસોડા80-8525-30

નોંધ: ભાવ પ્રતિ કિલો-રૂપિયામાં છે.

લીંબુ અને મરચાંના ભાવમાં તો ચાર ગણો વધારો

કચ્છમાં ભડકે બળતા શાકભાજીના ભાવ

અન્ય સમાચારો પણ છે...