• Gujarati News
  • National
  • થરાદ પાસે ભુજ RR સેલે 1.45 લાખનો દારૂ પકડ્યો

થરાદ પાસે ભુજ RR સેલે 1.45 લાખનો દારૂ પકડ્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરહદીબોર્ડર રેન્જની ભુજની આર આર સેલની ટીમે બુધવારે થરાદ પાસેના મોટવાડા નજીક આવેલા ચણારીયા ગામના પાટીયા પાસે 1.45 લાખના અંગ્રેજી દારૂ ભરેલી કારને ઝડપી પાડી હતી. આરોપી ભાગી છુટ્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બોર્ડર રેન્જના આઇજીપી એ.કે.જાડેજાના માર્ગદર્શન હેઠળ આર આર સેલના પીએસઆઇ બી પટેલને મળેલી બાતમીના આધારે બુધવારે સવારે તેમના સ્ટાફ સાથે થરાદના મોટવાડા પાસેના ચણારીયા ગામના પાટીયા નજીક વોચ ગોઠવી ઇનોવા કારને પકડી પાડી હતી જેમાંથી ઇગ્લીશ દારૂની 1454 બોટલો કિમત 1,45,000 મળી આવી હતી તથા કાર કિમત 7 લાખ ગણી 8,45 લાખનો મુદામાલ કબજે કર્યો હતો રેડ દરમિયાન આરોપી કાર મુકી નાસી છુટ્યો હતો. દારૂનો જથ્થો સાચોરથી ભરી બનાસકાંઠા જિલ્લાના સાંચોર ગામે ડિલીવરી કરવાનો હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...