• Gujarati News
  • National
  • શાળા પ્રવેશોત્સવ સામાજિક ક્રાંતિ અને પરિવર્તનનું ઘોતક છે

શાળા પ્રવેશોત્સવ સામાજિક ક્રાંતિ અને પરિવર્તનનું ઘોતક છે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાળાપ્રવેશોત્સવ અને કન્‍યા કેળવણી મહોત્સવ સામાજિક ક્રાંતિ અને પરિવર્તનનું ઘોતક બની ચૂક્યું છે, તેવું સગૌરવ જણાવતાં રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાએ રાજ્યની સાથોસાથ આજે કચ્છના ભુજ ખાતેથી 14મા શહેરી શાળા પ્રવેશોત્સવનો ઉમંગભેર પ્રારંભ કરાવ્યો હતો. શાળા નં.17 ખાતે 23 જેટલા ભૂલકાંઓને આંગણવાડી તેમજ ધોરણ-1માં ઉત્સાહભેર મીઠું મોઢું કરાવી આંગણવાડી, શાળા પ્રવેશોત્સવ કરાવાયો હતો.

પ્રસંગે ભુજ ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યે પ્રાસંગીકમાં વાલીઓ, બહેનોની મોટી સંખ્યાની હાજરીને બિરદાવતાં શાળાના મધ્યાહન ભોજન શેડ માટે તેમની એમએલની ગ્રાન્ટમાંથી રૂપિયા બે લાખના અનુદાનની ઘોષણા કરી હતી.

પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, પ્રવાસન નિગમના ડાયરેક્ટર કેશુભાઇ પટેલ, ભુજ નગરપ્રમુખ અશોકભાઇ હાથી, જિલ્લા શિક્ષણાધિકારી ડો. એમ.એસ. આચાર્ય, જિલ્લા પુરવઠા અધિકારી ઇન્દ્રજીતસિંહ વાળા, નિવૃત્ત શિક્ષક અગ્રણી રશ્મિન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.

આંગણવાડી બાળકોને મીઠુ મો કરાવી પ્રવેશ અપાવતા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ, ડો. નીમાબેન, કેશુભાઇ અને કૌશલ્યાબેન.

અન્ય સમાચારો પણ છે...