• Gujarati News
  • National
  • ભુજ પાલિકામાં 3 શાખા અધિકારીની આંતરિક બદલી

ભુજ પાલિકામાં 3 શાખા અધિકારીની આંતરિક બદલી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજપાલિકામાં ત્રણ શાખા અધિકારીઓની આંતરીક બદલીના ઓર્ડર થયાના હેવાલ છે. બુધવારના સાંજે 7 વાગે મુખ્ય અધિકારી સંજય પટેલ સુધરાઇના ત્રણ શાખા અધિકારીઓની બદલીના ઓર્ડર કર્યા હતા. જેમાં સ્ટોર કિપર રાજેશ જેઠીને મલેરિયા ઇન્સ્પેકટર તરીકે, બાગ બગીચાના અધિકારીને સ્ટોરમાં અને મલેરિયા ઇન્સ્પેકટર અવનીશ વૈષ્ણવને બાગ બગીચામાં મૂકવામાં આવ્યા હતા. અલબત્ત કર્મચારીઓ 6 વાગ્યા બાદ ચાલ્યા ગયા હોવાથી હજુ સુધી બજવણી થઇ હોવાના હેવાલ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, બદલી પાછળ સત્તાધિકારમાં આવેલા થોડા ફેરફારથી નારાજ થઇ બદલી મગાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...