• Gujarati News
  • National
  • ભુજ નગર પાલિકાની મેલેરિયા શાખાના સ્લમ એરિયામાં ધામા

ભુજ નગર પાલિકાની મેલેરિયા શાખાના સ્લમ એરિયામાં ધામા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજપાલિકાની મલેરિયા શાખા દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરી અંતર્ગત શહેરના સ્લમ એરિયામાં મચ્છરના પોરાનું નિદર્શન કરવામાં આવે છે. જે પોરાના ભક્ષણ માટે ગપ્પી અને ગમ્બુશિયા માછલી વિશે સમજ અપાઇ રહી છે.

સુધરાઇના મુખ્ય અધિકારી સંજય પટેલની યાદીમાં જણાવાયું હતું કે, જિલ્લા મેલેરિયા અધિકારીના માર્ગદર્શન હેઠળ સુધરાઇની મેલેરિયા શાખા દ્વારા જૂન માસમાં મેલેરિયા વિરોધી ઉજવણી અંતર્ગત સ્લમ એરિયા, નાળા, ખાડા, તળાવ, શાળા, બાંધકામ ચાલતું હોય એવા સ્થળે ખુલ્લામાં પાણીના ભરાવા ઉપર દવા છંટકાવ કરવામાં આવી રહ્યો છે. પ્રિ-મોન્સુનને ધ્યાને લઇ સુધરાઇના પ્રમુખ અશોક હાથી, ઉપપ્રમુખ સુશિલાબેન આચાર્ય, કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા ડો. રામભાઇ ગઢવીની સૂચનાથી જન જાગૃતિ અર્થે જાહેર સ્થળોએ પોસ્ટર ચીપકાવવા અને પત્રિકા વિતરણ કરવાનું આયોજન છે. પદાધિકારીઓએ શહેરીજનોને અનુરોધ કર્યો છે કે, ઘરના પાણીના ટાંકા એરટાઇટ ઢાંકણાથી બંધ રાખે. એઠવાડિયે એકવાર સાફ કરે. અગાસી ઉપર કે અન્ય જગ્યાએ ભંગાર હોય તો તેનો નિકાલ કરવો.

અન્ય સમાચારો પણ છે...