• Gujarati News
  • National
  • { લેડની માત્રાથી મેગી બંધ થઇ તો તો જાહેર હિતની બાબત છે, ધ્યાન આપવું અનિવાર્ય બન્યું છે

{ લેડની માત્રાથી મેગી બંધ થઇ તો તો જાહેર હિતની બાબત છે, ધ્યાન આપવું અનિવાર્ય બન્યું છે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ લેડની માત્રાથી મેગી બંધ થઇ તો તો જાહેર હિતની બાબત છે, ધ્યાન આપવું અનિવાર્ય બન્યું છે

{ ગાંધીધામ- અંજારના 18 જળ સ્ત્રોતના પાણી સેમ્પલો 16 રીતે ચકાસવામાં આવ્યા

ઉત્પલ અંજારિયા. ગાંધીધામ

પૂર્વકચ્છના જાહેર પાણી સ્ત્રોતોમાંથી મળતા પાણીની સઘન ચકાસણી બાદ પાણીમાં ચોમાસાં પછીના નવા પાણીમાં લેડ સહિતના જોખમી પદાર્થોની માત્રા વધારે મળતા આશ્વર્ય ફેલાયું હતું, આવકના સ્થાનો આસપાસની ગંદકીના કારણે આમ બનતું હોવાનું સામે આવતાં તંત્રોએ બાબતે તાત્કાલિક ચોમાસાં પહેલાં સફાઇ કરાવવી આવશ્યક હોવાની માગણી ઉઠવા પામી છે. લેડની માત્રાથી બાળકો અને વૃદ્ધોને તરત અસરો થતી હોવાથી બાબત ગંભીર બની રહે છે.

પૂર્વ કચ્છના પાણી સ્ત્રોતો પર સંશોધન કરી રહેલા કે.એસ.કે.વી. (કચ્છ યુનિવર્સિટી)ના ડિપાર્ટમેન્ટ ઓફ અર્થ એન્ડ એન્વાયર્મેન્ટના રીસર્ચ સ્કોલર મધુબેન નાથાણી અને સહાયક પ્રાધ્યાપક ડો. મૃગેશ એચ. ત્રિવેદી દ્વારા થયેલા શોધકાર્ય બાદ તેમનો વિસ્તૃત અહેવાલ ઇન્ટરનેશનલ જર્નલ સાયન્ટીફીક રીસર્ચ દ્વારા અધિકૃત કરવામાં આવ્યો હતો, જે તેની વેબસાઇટ પર મુકવામાં આવ્યો હતો. રીપોર્ટ અનુસાર કચ્છના ગાંધીધામ અને અંજાર તાલુકાના પીવા તથા અન્ય ઉપાયો માટેના પાણીનું વિસ્તૃત રીતે શોધકાર્ય કરવામાં આવ્યું હતું.

વરસાદ પહેલાં અને વરસાદ પછીના એમ બન્ને અલગ-અલગ પાણીના નમુનાઓ એક સ્થાનેથી બબ્બે વાર મેળવી તેની ચકાસણી આંતરરાષ્ટ્રીય માનાંક અનુસાર કરવામાં આવી હતી. અંજાર અને ગાંધીધામ તાલુકાના કુલ 18 સ્ત્રોતોના પાણી ચકાસણી માટે મેળવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...