તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બે વર્ષ બાદ આજે કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસો.ના પ્રમુખ વરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે વર્ષ બાદ આજે કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસો.ના પ્રમુખ વરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લિગ્નાઇટપરિવહનમાં હાલમાં વિચિત્ર સ્થિતિ સર્જાઇ છે અને ઘટતા ટ્રક્સના ફેરા અને સિમેન્ટ કંપનીઓ દ્વારા અપાતા ઓછા ભાડાની બૂમ વચ્ચે ડ્રો પદ્ધતિ (ડબો) બંધ કરવાની તજવીજ થઇ છે તેવામાં ગુરુવારે એક મહત્ત્વની મીટીંગ યોજાશે. અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ વાસણભાઇ આહીરના અધ્યક્ષ સ્થાને યોજાનારી બેઠકમાં બે વર્ષથી પડતર પ્રશ્નનો ઉકેલ આવશે. જેમાં કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખની વરણી કરાશે. બે વર્ષથી એસોસિએશનને એડહોક સમિતિ દ્વારા ચલાવાઇ રહ્યું છે. ઓવરલોડ સહિતના પ્રશ્નો માટે પણ ચર્ચા યોજાશે અને ડ્રો પદ્ધતિ ચાલુ રાખવા સહમતિ સાધવા પ્રયાસો થવાના છે. નવા પ્રમુખ શક્યત: રતનાલમાંથી આવે તેમ સમજાય છે.

પાન્ધ્રો ખાણ બંધ થયા બાદ લિગ્નાઇટ ઉદ્યોગને સારી એવી અસર થઇ છે ત્યારે લિગ્નાઇટનું પરિવહન કરતી ટ્રક્સને પૂરતા ફેરા મળવાના કારણે ડ્રો પદ્ધતિ બંધ કરવાનો વારો આવ્યો છે. એક સમયે 400થી 500 ટ્રક ડબામાં આવતી હતી અને ચિઠ્ઠી મુજબ ફેરા મળતા હતા. તો હાલમાં 90 જેટલી ટ્રકની ચીઠ્ઠી નાખવામાં આવે છે. પરિવહન મોંઘું પડતું હોવાના કારણે ટ્રક માલિકોમાં નારાજગી ઉભી થઇ છે પરંતુ સમસ્યાઓનો કંઇક ઉકેલ આવે તેવા સંયોગો ઉભા થયા છે. ગુરુવારે 21મીએ ભુજમાં કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન અને કચ્છ જિલ્લા લિગનાઇટ ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સ એસોસીએશનની બેઠક યોજાવાની છે. જેમાં કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસો.ની એડહોક સમિતી વીખેરીને નવા પ્રમુખની વરણી કરવામાં આવશે. સાંજ 4 વાગ્યે હોટેલ વિરામ ખાતે યોજાનારી બંને સંગઠનની બેઠકમાં એડહોક સમિતિના સભ્યો, ગામેગામની મંડળીના આગેવાનો અને ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સની હાજરીમાં ઓવરલોડ બંધ કરવા માટે ચર્ચા થશે તો ડ્રો પદ્ધતિ ચાલુ રાખવા માટે કહેવાશે.

અંગે વાસણભાઇની હાજરીમાં બુધવારે પણ ટ્રક અગ્રણીઓ સાથે મીટીંગ કરી હતી અને ગુરુવારે યોજાનારી મીટીંગમાં ડ્રો પદ્ધતિ ચાલુ રહે તેવા હકારાત્મક પ્રયાસો કરાયા હતા. તેમના કહેવા મુજબ કચ્છમાં લિગ્નાઇટ પરિવહન આધારિત રોજગારીનું પ્રમાણ નોંધપાત્ર છે ત્યારે સૌનું હિત થાય તેમ નિર્ણય લેવામાં આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો