તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હરામીનાળામાં 5પાકબોટમાંથી 13હરામખોરમાછીમાર ભાગ્યા હતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હરામીનાળામાં 5પાકબોટમાંથી 13હરામખોરમાછીમાર ભાગ્યા હતા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બરાબરઅેક સપ્તાહ પહેલાં ભારત પાકિસ્તાનની લખપતની ક્રીક સીમાના હરામીનાળા વિસ્તારમાંથી એક દિવસમાં પાંચ પાકિસ્તાની બોટ બિનવારસુ પકડી લેવામાં આવી હતી, પણ રાબેતા મુજબ માછીમારો ભાગી છૂટ્યા હતા. સીમા સુરક્ષા દળની ટુકડીઓના પેટ્રોલિંગનો અવાજ સાંભળીને પોતાની સીમામાં ભાગી છૂટનારા માછીમારો હતા કે માછીમારોના સ્વાંગમાં આવેલા ઘૂસણખોરો હતા મુદ્દો તપાસનો છે, પરંતુ બંધ સીઝન હોવા છતાં એક સાથે પાંચ બોટ ભારતીય સીમામાં ઘૂસી આવે તે પણ નાપાક સળવળાટનો ભાગ હોય તેમ જણાયું છે. પાંચ બોટ તો માછલીઓના નહીંવત જથ્થા સાથે પકડાઇ ગઇ હતી. ક્રીકમાંથી ભાગી જનારા પાકિસ્તાની માછીમારોની સંખ્યા 13 હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ બીએસઅેફના ક્રોકોડાઇલ કમાન્ડોએ વિસ્તારમાંથી 7 જણને પકડ્યા હતા, પણ તેમના સોર્સ હોવાનું જણાતાં છોડી દેવા પડ્યા હતા. સલામતી દળોમાં આંતરિક સંકલનની ખામી વધુ એક વખત સપાટી પર આવી હતી.

શ્રીનગર અનંતનાગમાં ગત અઠવાડિયે આતંકવાદ પ્રેરિત મનાતું ઘર્ષણ ચાલી રહ્યું હતું તો દેશની પાકને જોડતી સરહદે હાઇએલર્ટ અપાયું હતું. દરમિયાન 12મી જુલાઇના કચ્છના હરામીનાળામાંથી સવારથી રાત્રિ સુધી તબક્કાવાર પાંચ પાકિસ્તાની બોટ પકડાઇ હતી, પરંતુ તેમાં આવેલા માછીમારો પાકિસ્તાની તરફ પરત ભાગી છૂટ્યા હતા. ઘૂસણખોરોના સ્વાંગમાં આવેલા માછીમારોની સંખ્યા કેટલી હોઇ શકે તે અંગે સત્તાવાર રીતે કોઇ ફોડ નહોતો પડાયો, પરંતુ અા સાથે સંકળાયેલા સૂત્રોનું માનીએ, તો કુલ 13 જણ છૂટક-છૂટક રીતે પરત જવામાં સફળ રહ્યા હતા. એકસાથે પાંચ બોટ પકડાતાં ચકચાર ફેલાઇ હતી.

બીજીતરફ ઘટના બન્યાના ત્રણેક દિવસના અરસામાં ક્રોકોડાઇલ કમાન્ડો પેટ્રોલિંગની વચ્ચેથી સાત જણને ઉઠાવી લાવ્યા હતા. શંકા હતી કે, તમામ પાકિસ્તાની ઘૂસણખોરો હતા. જોકે, તમામને પકડીને કોટેશ્વર સુધી લવાયા બાદ એમ બહાર આવ્યું હતું કે, કોઇ ઘૂસણખોરો હતા અને સંબંધિત સોર્સ હતા. આના કારણે સાતેય જણને છોડી દેવા પડ્યા હતા. જોકે, મામલે બીએસએફના સત્તાધિશો મગનું નામ મરી પાડવા તૈયાર થયા હતા. કચ્છની સુરક્ષા એજન્સીઝમાં જે મુદ્દે સૌથી વધુ ચર્ચા થતી રહી છે, સંકલનનો અભાવ વધુ એક વખત છતો થયો હતો.

ક્રીકમાં એલર્ટ વચ્ચે ક્રોકોડાઇલ કમાન્ડોએ 7ને પકડ્યા પણ છોડવા પડ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો