તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઉપરના આદેશથી સતાપર પં. ની બજેટ મીટિંગ બોલાવશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉપરના આદેશથી સતાપર પં. ની બજેટ મીટિંગ બોલાવશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંજારતાલુકાના સતાપર ગ્રામ પંચાયતની બજેટ મીટિંગ તાલુકા વિકાસ અધિકારી દ્વારા તા.21/4ના બોલાવવામાં આવી હતી. બજેટ મીટિંગમાં પણ સતાપર પંચાયતનું બજેટ નામંજૂર થયેલું હતું. અવિશ્વાસની દરખાસ્ત સામે હાઇકોર્ટે સ્ટે આપતાં ભાજપ દ્વારા રાજકીય કિન્નાખોરી રખાતી હોવાનો આક્ષેપ સતાપરના સરપંચે કર્યો છે.

પહેલાં સરપંચ દિનેશ માતાએ ત્રણ વખત બજેટ માટેની મીટિંગ બોલાવી હતી, જેમાં વિકાસલક્ષી બજેટની વિરુદ્ધમાં 6 સભ્યોએ મતદાન કરતાં બજેટ નામંજૂર થયું હતું. આથી, ચોથી વખત બજેટ મીટિંગ બોલાવવાની સત્તા તાલુકા વિકાસ અધિકારી પાસે હોવાથી તેમણે બજેટ મીટિંગ બોલાવી હતી, પણ મીટિંગમાં પણ બજેટ નામંજૂર થયું હતું. અંજાર ટી.ડી.ઓ.એ જિલ્લા વિકાસ અધિકારીને બાબતે જાણ કરતાં જિલ્લા પંચાયતે વિકાસ કમિશ્નરને દરખાસ્ત કરી હતી. અનુસંધાને વિકાસ કમિશ્નરના આદેશથી સતાપર ગ્રામ પંચાયત બજેટની મીટિંગ તા. 22/7ના બોલાવવામાં આવશે. જો બજેટ મંજૂર થશે, તો પંચાયતનું કામકાજ આગળ વધશે.

સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઇ હતી, જેના વિરુદ્ધ હાઇકોર્ટે સ્ટે આપ્યો છે. બોડીને સુપરસીડ કરાવવા ભાજપના અમુક નેતાઓ રાજકીય કિન્નાખોરી કરી રહ્યા હોવાનો આક્ષેપ હાલના સરપંચે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો